અમદાવાદ,ગુરૂવાર
રાજ્યના જાણીતા મિડીયાના પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ ક્રાઇમબ્રાંચ, નિકોલ બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ત્રીજી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં તેણે સરદારનગરના સિંધી વેપારીએ ભાડે લીધેલી દુકાનના સીલ ખોલાવી આપવાનું કહીને તેમજ કાયદાકીય મદદ કરવાનું કહીને બે આઇફોન, ૮૦ હજારના કપડા અને રોકડ સહિત સાડા દશ લાખ રૂપિયાની રકમ પડાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સૌથી મહત્વની વાત એ છે કે તેણે સાત વર્ષ પહેલા તેનું પરાક્રમ આચર્યુ હતું. ત્યારે સરદારનગરના અન્ય વેપારીઓએ પણ પુરાવા સાથે પોલીસનો સંપર્ક કર્યો છે.
મિડીયા હાઉસના નામે વેપારીઓને અન્ય લોકોને ધમકી આપીને તોડબાજી કરવાની સાથે ભય ફેલાવવાની નાણાં ખંખેરવાના કેસમાં ફસાયેલા કુખ્યાત પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ ત્રીજી ફરિયાદ એરપોર્ટ પોલીસ મથકે નોંધવામાં આવી છે.
https://ift.tt/nHOsJ5Z
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yTscOW0
via IFTTT
0 ટિપ્પણીઓ