Breaking News

લોડ થઈ રહ્યું છે...

બગોદરામાં ગેરેજ-મકાનમાં છુપાવેલો ૧૫ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો

અમદાવાદ,રવિવાર

અમદાવાદ જિલ્લાના બગોદરામાં રહેતા એક બુટલેગર અને તેની આસપાસના મકાનમાં વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને રૂપિયા ૧૫ લાખનો દારૂ જપ્ત કરીને કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બુટલેગર પોલીસ દરોડાથી બચવા માટે દારૂનો જથ્થો અલગ અલગ મકાનોમાં છુપાવતો હતો.

બગોદરા પોલીસને બાતમી મળી હતી કે બગોદરામાં આવેલી હોટલ ફળીમાં રહેતો ચંદુ મકવાણા નામનો બુટલેગર અને તેનો પુત્ર અશ્વિન મકવાણા બહારથી મોટાપાયે દારૂ મંગાવીને પોલીસથી બચવા માટે તેના  ઘર અને આસપાસના વિસ્તારમાં આવેલા મકાનમાં દારૂનો જથ્થો છુપાવે છે.

જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર યુ બી જોગારાણા અને સ્ટાફે દરોડો પાડીને  તપાસ કરતા ચંદુ મકવાણાના ઘરમાંથી તેમજ નજીકના ગેરેજમાંથી કુલ ૧૧૦૦ બોટલ વિદેશી દારૂ અને ૧૦૦૦ ટીન બિયરનો જથ્થો મળ્યો હતો.


https://ift.tt/H9g5CF1
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Q2N6ryv
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ