
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
આવકવેરાના રિટર્નમાં કોઈ ભૂલ થઈ હોય અને સીપીસી બેન્ગ્લોરના માધ્યમથી આકારણી અધિકારી સુધી કેસ પહોંચાડવામાં આવ્યો હોય તેવા કિસ્સાઓમાં હવે આકારણી અધિકારી ભૂલ સુધારણાનું કામ કરશે નહિ, તેને બદલે ભૂલ સુધારણાની કામગીરી સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર-સીપીસી બેન્ગ્લોરના અધિકારીઓને જ આપી દેવાનો નિર્ણય કરતો પરિપત્ર ૨૭મી ઓક્ટોબરે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે કર્યો છે.પરિણાામે કરદાતાઓ માટે રિટર્નમાં રહી ગયેલી ભૂલ સુધારવાની કામગીરી અત્યંત સરળ બની જશે.
કરદાતા રિટર્ન ફાઈલ કરે તે પછી તેના રિટર્નની પ્રોસેસ કરવા માટે સીપીસી બેન્ગ્લોર મોકલવામાંમ આવે છે. આ રિટર્નનું પ્રોસેસ કરીને કરદાતાની ટેક્સ ભરવાની કે રિફંડ મેળવવાની જવાબદારી નક્કી કરવામાં આવે છે.
https://ift.tt/6x3hZT0
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SWQfI4w
via IFTTT
0 ટિપ્પણીઓ