વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ખુલ્લામાં જ્યાં લોકો કચરો ફેંકે છે, તેવી તમામ જગ્યા પર કચરો ફેંકવાની કોઇ હિંમત ન કરે તેવું આયોજન કરી રહી છે. જેટલી પણ ખુલ્લી જગ્યા પર કચરો ફેંકવામાં આવે છે, ત્યાં હાઇરિઝોલ્યુશન કેમેરા ગોઠવવામાં આવશે.
અત્યાર સુધીમાં આવા ૧૫ સ્થળોએ હાઇરિઝોલ્યુશન કેમેરા ગોઠવાયા છે, અને પાંચ છ મહિનામાં અંદાજે ૪૦ સ્પોટ ઉપર આવા કેમેરા ફિટ કરી દેવામાં આવશે. કોર્પોરેશને ઘણા સ્થળે વર્ષ ૨૦૧૭માં સિમકાર્ડવાળા કેમેરા લગાવ્યા હતા. જેની આવરદા પૂર્ણ થઇ ગઇ છે. ગાર્બેજ સ્પોટ પર લગાડેલા સીસીટીવી કેમેરાની ટેકનોલોજી જૂની થઇ ગઇ હોવાથી હવે નવા લગાવવાનું આયોજન હાથ ધરાયું છે.
https://ift.tt/02Ml5VJ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/N254uSq
via IFTTT
0 ટિપ્પણીઓ