ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમદાવાદના ધોળકામાં લગ્ન સમારોહમાં ફૂડ પોઈઝનિંગ, 150થી વધુ લોકોની તબિયત લથડી


Food Poisoning at Dholka Wedding: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પોપટપરા વિસ્તારમાં એક લગ્ન સમારોહ દરમિયાન સામૂહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 150થી વધુ લોકોની અચાનક તબિયત લથડી હતી. પેટમાં દુઃખાવો થવા સાથે ઝાડા-ઉલટી (ડાયેરિયા અને વોમિટિંગ)ની ફરિયાદ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

અનેક લોકોને સારવાર હેઠળ ખસેડાયા

પ્રાપ્ત માહિતી અનુસાર, ખોરાકી ઝેરની અસરના કારણે અસરગ્રસ્ત થયેલા 100 જેટલા લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે ધોળકા અને આસપાસની પાંચ જેટલી અલગ-અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.


https://ift.tt/9AinZrR
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/olSeZ86
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ