
Bharuch Boat Capsizes news: ભરૂચ જિલ્લાના જંબુસરના આસરસા ગામ નજીક કામદારોની બોટ દરિયામાં પલટી જતાં દોડધામ મચી છે. ONGCના ડ્રિલિંગ કામ માટે જતા કામદારોની બોટ પલટી જતા કામદારો પાણીમાં ખાબક્યા હતા, જેમાં બોટ માલિક રોહિત મકવાણાનું મોત થયું હતું. આ ઘટનાને પગલે અફરાતફરી મચી છે. મળતી માહિતી મુજબ, બોટમાં લગભગ 50 થી 60 કામદારો બોટમાં સવાર હતા. તે દરમિયાન અચાનક જ બોટે દરિયામાં જળસમાધિ લઈ લીધી હતી. સ્થાનિક પોલીસ, 108 ટીમ અને ગામ લોકો દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.
https://ift.tt/0NXmLjJ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/hFTRsH4
via IFTTT
0 ટિપ્પણીઓ