વડોદરાઃ શહેરમાં જૂના વૃક્ષો ધરાશાયી થવાના બનાવોને કારણે માલ મિલકતની સાથે લોકોને ઇજાઓ પણ થતી હોય છે.ગઇકાલે બપોરે આવા જ એક બનાવમાં જાનહાનિ થતા રહી ગઇ હતી.
ગોત્રી વુડા ચારરસ્તા પાસે ગીરધર નગર ખાતે આવેલા વીર ક્ષત્રિય ભાથીજી મહારાજના મંદિર પાસે તોતીંગ વડ આવેલો છે.જે વડનો કેટલોક ભાગ તૂટી પડતાં મંદિર પર પડ્યો હતો અને સ્લેબને નુકસાન થયું હતું.
ઉપરોક્ત મંદિર ગ્રામજનોએ સ્વખર્ચે અને મહેનતથી બનાવ્યું હતું.
https://ift.tt/L65laqd
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AMaGEct
via IFTTT
0 ટિપ્પણીઓ