અમદાવાદ,બુધવાર
પોર્ટર નામની એપ્લીકેશન દ્વારા વાહન ભાડે ચલાવવા માટે લઇને વાહનમાલિકો સાથે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપીને સરખેજ પોલીસે ૨૭ લાખની કિંમતના ૧૭ વાહન જપ્ત કર્યા છે. આરોપીની પુછપરછમાં તેણે ૩૦થી વધુ વાહનો બારોબાર વેચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ધંધુકામાં રહેતા ખેડૂતનું પીકઅપ વાન પોર્ટર કંપનીમાં ભાડે ફેરવવાનું કહીને ૧૨થી વધુ લોકોના વાહન લઇને ઇકબાલ સિપાઇ (રહે.ફતેવાડી, સરખેજ) એ છેતરપિંડી આચરી હતી. આ કેસની તપાસમાં સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એ ગોહિલેઆરોપી ઇકબાલ સિપાઇની ધરપકડ કરીને તપાસ કરતા તેણે ૩૦ થી વધુ પીકઅપ વાહન મેળવીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરીને તમામ વાહનો બારોબાર વેચાણ કરી દીધા હતા.
https://ift.tt/N8SJamq
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BikxAFE
via IFTTT
0 ટિપ્પણીઓ