
સમા સ્પોર્ટસ્ કોમ્પલેક્સ ખાતે આયોજિત ૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયન શિપમાં મુકાબલા રોમાંચક બન્યા છે. અત્યાર સુધી લીગની ૩૯ અને નોકઆઉટની ૧૫ મળી કુલ ૫૪ મેચોમાં ખેલાડીઓના શાનદાર દેખાવ સાથે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આવતીકાલે તા. ૨૭ ફેબ્રુઆરીએ ફાઈનલ મેચ અગાઉ આજે નોકઆઉટ રાઉન્ડની શરુઆત થઈ હતી. તિએ ચેમ્પિયનશિપના બીજા દિવસે રમાયેલી મેચના પરિણામો પર નજર કરીએ તો, ઉત્તરાખંડે બંગાળ સામે ૬૩-૪૨, આંધ્રપ્રદેશે તેલંગાણા સામે
૪૭-૪૫, કેરાલાએ છત્તિસગઢ સામે ૪૫-૩૦, દિલ્હીએ ત્રિપુરા સામે ૬૪-૪૨, મધ્યપ્રદેશે ગોવા સામે ૩૫-૩૪ જ્યારે હિમાચલપ્રદેશે ગુજરાત સામે ૫૧-૩૪થી જીત મેળવી હતી.
https://ift.tt/g9BR5OL
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IqneW9P
via IFTTT
0 ટિપ્પણીઓ