ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

ભુજમાં 50થી વધુ ડ્રોન દેખાયા! આકાશમાં રહસ્યમય પદાર્થ જોઈ લોકોમાં ફફડાટ, પોલીસ અજાણ


Bhuj News : અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ છે, ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં આજે(6 માર્ચ, 2026) આકાશમાં ડ્રોન જેવી વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. રાત્રિના 10 વાગ્યાની આસપાસ ભુજના કેટલાક વિસ્તારોમાં આકાશમાં ચમકતી વસ્તુ જેવા દ્રશ્યો જોવા મળતાં લોકોમાં ફફડાટ છવાયો છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

ભુજમાં આકાશમાં રહસ્યમય પદાર્થ દેખાતા કુતૂહલ

ભુજ શહેરના કેમ્પ વિસ્તાર, સરપટ નાકા, ભીડ નાકા આસપાસના વિસ્તારોમાં આકાશમાં ભેદી પ્રકાશમય પદાર્થ દેખાયા બાદ થોડીક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.


https://ift.tt/n9ZseHy
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/lbUvHT8
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ