
Pardi News : વલસાડના પારડીના ડુમલાવ ગામે આજે(1 માર્ચ, 2026) જાહેર રજા હોવા છતાં ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. જેમાં ગામમાં નવી કંપનીની સ્થાપના અને અંડરગ્રાઉન્ડ નહેર સામે લોકોએ ભારે વિરોધ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. ગ્રામસભામાં ખેડૂતો સહિતના લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામજનોએ આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી.
ડુમલાવ ગામે નવી કંપની અને અંડર ગ્રાઉન્ડ નહેર સામે ગ્રામજનોનો વિરોધ
https://ift.tt/sXGBkah
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/c752PGE
via IFTTT
0 ટિપ્પણીઓ