વડોદરા,ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી મહિલાની છેડતી કરનાર ફૂડ ડિલિવરી બોયને ગોરવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ગોરવા વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષની મહિલા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે.ગઇકાલે રાત્રે આઠ વાગ્યે નોકરી પરથી ઘરે આવ્યા પછી તે મિત્રો સાથે બહાર ફરવા ગયા હતા અને પરત ઘરે આવી ગઇ હતી. રાત્રે સાડા અગિયાર વાગ્યે મોબાઇલ પર વાત કરતી તે બહેનપણીને ચાવી આપવા જતી હતી.તે દરમિયાન એક બાઇક ચાલક આવ્યો હતો. પાછળથી આવેલો બાઇક ચાલક તેની સાથે શારીરિક અડપલા કરી ભાગી ગયો હતો.
https://ift.tt/A8oLqbS
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RW1aUhe
via IFTTT
0 ટિપ્પણીઓ