ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

'તને કેનાલમાં નાખી દઈશ', GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ


Suigam GRD Recruitment Scandal: વાવ-થરાદ જિલ્લાના સુઈગામ માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સરકારી તિજોરી પર તરાપ મારતા મસમોટા GRD ભરતી કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક પ્રામાણિક માનદ અધિકારીએ જ્યારે નકલી સભ્યોનો પર્દાફાશ કર્યો, ત્યારે તેમને કેનાલમાં નાખી દેવાની અને જ્ઞાતિવિષયક અપશબ્દો કહી ધમકાવવામાં આવ્યા હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. 

GRD ભરતીનું મસમોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી

થરાદના સરહદી ગણાતા સુઈગામમાં કાયદો અને વ્યવસ્થાના રખેવાળ ગણાતા GRD એટલે કે ગ્રામ રક્ષક દળમાં ભ્રષ્ટાચારની ઉધઈ લાગી હોવાની ઘટના સામે આવી છે.


https://ift.tt/Mdf45Cv
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iOntGhL
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ