- લીંબુ મોંઘા બનતા રેસીપી પણ બદલાઈ મરચું મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુ ત્રેવડ પ્રમાણે સહિતના અનેક જોક્સનો મારો
- લગ્નમાં હવે લક્ઝરીયસ બતાવવા નારિયેળની જગ્યાએ લીંબુનો ઉપયોગ કરવામાં આવે તો નવાઈ નહીં! : અમિતાભના ફોટા સાથે પણ લીંબુના ભાવના જોક્સ છવાયા
સુરત,તા.12 એપ્રિલ 2022,મંગળવાર
છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયામાં પેટ્રોલ ડિઝલના વધેલા ભાવના કારણે અનેક કટાક્ષ અને કોમેન્ટ આવતી હતી. પરંતુ શાકભાજી બજારમાં અચાનક લીંબુના ભાવમાં આગ ઝરતી તેજી આવી જતાં પેટ્રોલ ડીઝલ બાજુ રહ્યાં અને સોશ્યલ મિડિયા લીંબુના ભાવના મીમ્સ અને જોક્સની ખટાસથી છવાઈ ગયું છે. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાઓએ લીંબુને લક્ઝરીયસ આઈટમ ગણાવીને ફિલ્મ શોલેના અમિતાભના ફોટાને પણ લીંબુના ભાવ સાથે જોડીને જોક્સ મૂકી રહ્યા છે.
પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારા સાથે શાકભાજી અને ઉનાળામાં જેની સૌથી વધુ ઉપયોગ થાય છે તેવા લીંબુમાં પણ આકરા ભાવ વધારાના કારણે લોકોમાં ભારે રોષ છે. જોકે, લોકોના રોષ બાદ પણ સ્થિતિમાં કોઈ ફેર પડતો ન હોવાથી લોકોએ ભાવ વધારાને કમને સ્વીકારીને મોઢું હસતું રાખવા માટે સોશિયલ મિડિયામાં લીંબુના ભાવના કટાક્ષ ના જોક્સ અને મીમ્સ વહેતા કરવાનું શરૂ કરી દીધું છે.
લીંબુના ભાવને હવે લોકો સોશિયલ મિડિયામાં મજાક બનાવી રહ્યા છે. સોશ્યલ મિડિયામાં સૌથી વધુ ફેલાયેલો જોક્સ એ છે કે દરેક રસોઈની રેસીપી પણ બદલાઈ મરચું મીઠું સ્વાદ પ્રમાણે, લીંબુ ત્રેવડ પ્રમાણે નાખવું. આ ઉપરાંત હવે લોકો લગ્નમાં પોતાની લક્ઝરીયસ બતાવવા માટે નારિયેળની જગ્યાએ લીંબુનો ઉપયોગ કરે તો નવાઈ નહીં! તેવું પણ લખી રહ્યાં છે.
આ ઉપરાંત પહેલા કોરોનાના કેસના આંકડા બતાવવામાં આવતા હતા તેવી રીતે વિવિધ શહેરોના આંકડા જાહેર કરવામા આવી રહ્યાં છે અને નીચે લખવામાં આવે છે કે આ કોરાનાના દર્દી નથી પણ લીંબુના ભાવ સાંભળીને કોમામાં સરી પડેલી ગૃહિણીઓના આંકડા છે.
એક યુઝરે તો એવું પણ લખ્યું છે કે, હે દોસ્ત, ન કર દાવો ગરીબ હોવાનો, મે તમને જોયા છે લીંબુવાળી સોડા પીતા. આ ઉપરાંત હવે ચાર રસ્તા પર પણ લીંબુ દેખાતા નથી કદાચ કોઈ મુકતું હોય તો પણ કોઈ ઉઠાવીને શરબત પી લે તો નવાઈ નહીં. ઉપરાંત તમે પૈસાદાર છો એવું જાહેર કરવા માંગતા હોય તો કોઈને એક કિલો લીંબુ ભેટમાં આપી શકો છે.
આ ઉપરાંત ભૂતકાળમાં કાંદાના ભાવ મળ્યા ત્યારે એંગેજમેન્ટમાં સોનાની વીટીની જગ્યાએ કાદો બતાવવામાં આવી હતી તેવી રીતે હાલ વીટી ની જગ્યાએ લીંબુ બતાવવામાં આવે છે. શોલે ફિલ્મમાં અમિતાભ અને ધમેન્દ્રનો આખરી સીન છે તેને પણ લોકોએ લીંબુના ભાવ સાથે જોડીને જોકેસ બનાવી દીધો છે. આ ઉપરાંત હવે ઘર અને ગાડી પર લીંબુ મરચાં બદલે મરચા અને લસણનો ઉપયોગ થતો હોય તેવા જોકસ પણ વહેતા થઈ રહ્યા ંછે.
https://ift.tt/XakW39Y from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iDWHd8V
0 ટિપ્પણીઓ