- ટ્રાફિકથી સતત ધમધમતો લાલ દરવાજા- સર્યપુર ગરનાળા રોડ 10 મે સુધી બંધ : ટ્રાફિક માટે વેકલ્પીક રોડ જાહેર કરાયા
- સાંકડી ગલીઓ છે તેવા કાંસકીવાડ, પીરછડી રોડ પર પણ પાણી ડ્રેનેજની કામગીરી શરૂ કરાશે આ રોડ 30 એપ્રિલ સુધી રહેશે
- પાલિકાની કામગીરી દરમિયાન આ વિસ્તારમાં ટ્રાફિકની ભારે સમસ્યા થશે
સુરત,તા. 12 એપ્રિલ 2022,મંગળવાર
સુરત મહાનગરપાલિકાના કોટ વિસ્તારમાં વર્ષો જૂની પાણી અને ડ્રેનેજના નેટવર્કના નવીનીકરણ માટેની કામગીરી તબક્કાવાર શરૂ કરવામાં આવશે. આ કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી ચોમાસા પહેલં પુરી કરવાની હોવાથી આવતીકાલથી શરૂ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન સુરત રેલ્વે સ્ટેશન થી નજીક અને સતત ટ્રાફિકથી ધમધમતા લાલ દરવાજા સુર્યપુર સુધીના ગરનાળા નો રોડ આગામી 10 મે સુધી બંધ રાખવામાં આવશે. જ્યારે નાની ગલીઓ વાળા પીરછડી રોડ, કાંસકીવાડ વિસ્તારના અનેક રોડ 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવશે. આ દિવસો દરમિયાન ટ્રાફિકની ભારે સમસ્યા થશે તેને હળવી કરવા માટે પાલિકાએ કેટલાક વૈકલ્પિક રોડ પણ જાહેર કયા છે.
સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ હસ્તક સેન્ટ્રલ ઝોન (વોલ સિટી) વિસ્તારમાં રીહેબીલીટેશનની કામગીરી અંતર્ગત જુની હયાત લાઈન ની જગ્યાએ નવું નેટવર્ક નાખવાની યોજના હેઠળ પ્રથમ તબક્કે લાલદરવાજા પી,એમ.એ.માં લાલ દરવાજા જંક્શનથી રેશમ ભવન થઈ સૂર્યપૂર ગરનાળા સુધી પાણીની લાઈન નાંખવાની અગત્યની કામગીરી આવતીકાલથી 10 મે દરમિયાન કરવામાં આવશે, સમયગાળા દરમિયાન આ રસ્તા પર સૂર્યપૂર ગરનાળાથી લાલ દરવાજા જંકશન તરફ આવતા તમામ રાહદારીઓ તેમજ તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કામગીરી દરમિયાન સૂર્યપૂર ગરનાળાથી લાલ દરવાજા જંકશન તરફ જતા રોડ પર આંશિક ભાગમાં કામગીરી થનાર હોય, વિકલ્પરૂપે આંશિક રોડ તથા સૂર્યપુર ગરનાળાથી કતારગામ તરફ જવા માટે 1. સૂર્યપુર ગરનાળામાંથી નીકળી સુમુલ ડેરી રોડ તથા 2. પોદ્દાર આર્કેડ પાસે વૈશાલી થઈ અલ્કાપુરી બ્રિજ પર થઈ કતારગામ જઈ શકશે જ્યારે લાલ દરવાજા જંકશન પર જવા માટે સૂર્યપુર ગરનાળાથી રેલવે સ્ટેશનથી દિલ્હીગેટ થઈ આવન-જાવન કરી શકશે.
આ ઉપરાંત સકીવાડ ચાર રસ્તાથી પીરછડી રોડ સુધીના રોડ ઉપર આવતીકાલથી પાણી અને ડ્રેનેજ થી કામગીરી શરૂ કરવામાં આવશે. જેના કારણે કાંસકીવાડ ચાર રસ્તાથી ગોળવાળા ચકલા થઈ પીરછડી રોડ તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે કાંસકીવાડ ચાર રસ્તા થી ભાગળ ચાર રસ્તા થઈ જીવરાજ ચા થઈ પીરછડી રોડતરફ જઈ શકશે.
આ પ્રમાણે પીરછડી રોડથી ગોળવાળા ચકલા થઈ કાંસકીવાડ ચાર રસ્તા તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પીરછડી રોડ થઈ શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર થઈ જદાખાદી થઈ ભવાની માતાજી મંદિર થઈ રોયલ બેકરી થઈ કાંસકીવાડ, ચાર રસ્તા તરફ જઈ શકશે.
પાલિકાની કામગીરી દરમિયાન માળી ફળિયુ, મસ્કતિ હોસ્પીટલની ગલી
પીરછડીરોડથી મસ્કતિ હોસ્પીટલ તરફ જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પીરછડીરોડથી દારૂખાના રોડ થઈ રાજમાર્ગ થઈ મતિ હોસ્પીટલ તરફ જઈ શકાશે. તે મુજબ મસ્કૃતિ હોસ્પીટલથી ગોળવાડા ચકલા થઈ માળી ફળિયા થી પીરછડી રોડ તરફ રાજમાર્ગ થી ભાગળ ચાર રસ્તા થઈ પીરછડી રોડ તરફ જઈ શકશે. આ ઉપરાંત વાહન અને રાહદારીઓ અન્ય આંતરિક રસ્તાઓનો ઉપયોગ પણ કરી શકશે.
આવી જ રીતે બેગમપુરા મેઈન રોડ, પ્રગતિ સ્કૂલથી ફાલસાવાડી ચાર રસ્તા સુધી
આવતા અને જતા વાહનો ઉપરાંત રાહદારીઓએ વિકલ્પે પ્રગતિ સ્કૂલ થી નવાબવાડી રોડ થઈ બોબી રસ સેન્ટર થઈ સલાબતપુરા પંપીગ સ્ટેશન થઈ સલાબતપુરા મેઈન રોડ થઈ દાણાપીઠ મેઈન રોડ થઈ ગણેશ આમલેટ તરફ જઈ શકશે. તે મુજબ ગણેશ આમલેટ થી ફાલસાવાડી મેઈન રોડ થઈ સુરત ટોકીઝ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક થઈ પ્રગતિ સ્કુલ તરફ જઈ શકાશે.
પાલિકાએ સેન્ટ્રલ ઝોનના બે ત્રણ વિસ્તારમાં એક સાથે પાણી અને ડ્રેનેજના નવીનીકરણની કામગીરી શરૂ કરી છે તેના કારણે હાલની સમસ્યાનો ભવિષ્યમાં અંત આવશે પરંતુ હાલના સમયે આ વિસ્તારમાં ટ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાશે.
https://ift.tt/4fS3XPA from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TB5FNMj
0 ટિપ્પણીઓ