પૂર્વોત્તર રાજ્યોના હિન્દુઓ ચૈત્રી સૂર્ય ઉપાસના પર્વે આજે તાપી કાંઠે અસ્ત થતાં સૂર્યને અર્ધ્ય અર્પણ કરશે

સુરત, તા.07 એપ્રિલ 2022, ગુરૂવાર

સુરતમાં મોટી સંખ્યામાં વસતા પૂર્વોત્તર રાજ્યોના હિન્દુઓ ચૈત્રી સૂર્ય ઉપાસના પર્વની ઉજવણી કરી શકે તે માટે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે અસ્ત થતાં સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને ઉપાસના શરૂ કરશે.

બિહાર વિકાસ મંડળના સહયોગથી વિયર કમ કોઝવે તાપી નદી ઘાટ પર ચૈતા નૃત્ય સંગીતકાર સાથે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વોત્તર રાજ્યના હિદુઓનો આ એકમાત્ર તહેવાર છે. જેમાં પહેલાં અસ્ત થતાં સૂર્યની પૂજા કરવામાં આવે છે. 

બિહાર વિકાસ મંડળ, સુરતે ચૈત્રી સૂર્ય છઠ પૂજાની ભવ્ય તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૈત્રી નવરાત્રીના છઠ્ઠા દિવસે ધામધૂમથી ઉજવાતા આ ચૈત્રી સૂર્ય ઉપાસના મહાપર્વનો પ્રારંભ ગત તા. 5 એપ્રિલથી શરૂ થયો છે. આજે તા.7મીને ગુરુવારની સાંજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે, એમ બિહાર વિકાસ મંડળના અધ્યક્ષ પ્રભુનાથ પ્રસાદ યાદવે જણાવ્યું છે.



https://ift.tt/CbMwj9z from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LyK1Fxt

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ