નવી દિલ્હી. મેટાની માલિકીના ઇન્સ્ટાગ્રામે ક્રિએટર્સની ચૂકવણીમાં 70 ટકા સુધીનો ઘટાડો કર્યો છે અને મોનેટાઇઝેશન માટે જરૂરી ટાર્ગેટમાં વધારો કર્યો છે. ધ ફાઇનાન્શિયલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, પેમેન્ટમાં પ્રતિ વ્યુઝ 70 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ ક્રિએટર્સ પેમેન્ટ મેળવવા વિડિઓ પર લાખો વ્યૂઝની જરૂર પડશે.
હવે તમારે વધુ કમાણી માટે આટલા મિલિયન વ્યુઝ લાવવા પડશે
એક ક્રિએટર્સે કહ્યું હતું કે સોશિયલ નેટવર્કે ઇન્સ્ટાગ્રામ પેઆઉટ સિસ્ટમમાં ફેરફાર અંગે કોઇ જાણકારી આપી નથી, એક ક્રિએટર્સે કહ્યું કે 35 હજાર ડોલર સુધીના પેમેન્ટ માટે તમારી વ્યક્તિગત મર્યાદા 58 મિલિયન વ્યૂઝથી વધારીને 359 મિલિયન વ્યૂઝ થઇ ગઇ છે.
હવે ક્રિએટર્સે શું કરવું પડશે
મેટાએ એક નિવેદનમાં કહ્યું કે કંપની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રિલ્સ બોનસનું ટેસ્ટિંગ કરી રહી છે જેનાથી પેમેન્ટમાં ઉતાર ચઢાવ જોઇ શકે છે કારણ કે પ્રાઇઝિંગ મોડલ નક્કી કરેલા હોય છે. ઇન્સ્ટાગ્રામે છેલ્લા વર્ષે જૂલાઇમાં રિલ્સ પ્લે બોનસ પ્રોગ્રામની જાહેરાત કરી હતી જે રિલ્સ પર પોસ્ટ કરનારા ક્રિએટર્સને પેમેન્ટ કરશે .
કંન્ટેન્ટ ક્રિએટર્સને આકર્ષિત કરવા માટે ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે કથિત રીતે રીલ્સ પર વીડિયો પોસ્ટ કરનારાઓને 10 હજાર ડોલર સુધીનું બોનસ આપવાની શરૂઆત કરી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે ભવિષ્યમાં બોનસ વધુ વ્યક્તિગત થઇ જશે. ટિકટોક અને સ્નેપચેટે પણ ક્રિએટર્સને પોતાના પ્લેટફોર્મ પર જાળવી રાખવા માટે આ પ્રકારના પ્રોગ્રામની શરૂઆત કરી છે.
https://ift.tt/fHe1bcI
0 ટિપ્પણીઓ