ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમુલ ડૂડલ: એક હાથમાં બંદુક તો બીજા હાથમાં બ્રેડ બટર ખાતા જોવા મળ્યા કમલ હસન


-ડેરી બ્રાન્ડ 'અમૂલ' એ એક સુંદર ડુડલ ટ્વીટર અને ઇંસ્ટાગ્રામમાં શેર કર્યું 

-ડૂડલમાં, કમલ હસન તેની ફિલ્મ વિક્રમના કેરેક્ટરમાં બ્રેડ અને બટર ખાતા જોવા

નવી મુંબઇ, તા. 7 મે 2022, મંગળવાર

કમલ હાસન અભિનીત તમિલ ફિલ્મ વિક્રમ એક મોટી બ્લોકબસ્ટર હિટ ફિલ્મ સાબિત થઈ રહી છે. જેણે માત્ર ત્રણ દિવસમાં 100 કરોડ ક્લબમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ત્યારે આ ફિલ્મ હિટ જતા  ડેરી બ્રાન્ડ 'અમૂલ' એ એક સુંદર ડુડલ ટ્વીટર અને ઇંસ્ટાગ્રામમાં શેર કર્યું છે. આ ડુડલ સોશિયલ મીડિયામાં ઘણુ વાયરલ પણ થઇ રહ્યું છે, અને લોકોને તેમજ કમલ હસનના ફેન્સને આ ડુડલ ઘણુ પસંદ પણ આવી રહ્યું છે. 

ડેરી કંપનીના ડૂડલમાં કમલ હસન

ડૂડલમાં, કમલ હસન તેની ફિલ્મ વિક્રમના કેરેક્ટરમાં બ્રેડ અને બટર ખાતા જોવા મળી રહ્યાં છે. અમૂલના ડૂડલમાં, કમલ હસન તેના ફિલ્મ અવતારમાં એક હાથમાં બંદૂક પકડીને અને બીજા હાથમાં બ્રેડ બટર ખાતા જોઈ શકાય છે. 

આ ડુડલમાં લખ્યુ છે કે, 'વિક્રમુલ' અને 'માસ કા એન્ટરટેઈનમેન્ટ'. સાથે જ કેપ્શનમાં લખ્યું છે કે, 'કમલ હસને આ બ્લોકબસ્ટર ફિલ્મ સાથે જબરદસ્ત કમબેક કર્યું છે'. 

કમલ હસનના આ ડૂડલને ઈન્સ્ટાગ્રામ પર 60 હજારથી વધુ લાઈક્સ મળ્યા છે.

મોટી કમાણી કરી રહી છે ફિલ્મ વિક્રમ 

કમલ હાસનના ફેન્સને આ પોસ્ટ ખૂબ જ પસંદ આવી રહી છે અને કોમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું, 'વાહ શું અદ્ભુત પોસ્ટ'. તો અન્ય એક ચાહકે લખ્યું, 'શાનદાર મૂવી બોસ'. 

કમલ હાસન લાંબા સમય પછી મોટા પર્દા પર પરત ફર્યા છે. આવી સ્થિતિમાં આ સુપરસ્ટારના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દક્ષિણ ભારતીય ફિલ્મ RRR, KGF-2 અને પુષ્પા પછી 'વિક્રમ' એ જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે. 



https://ift.tt/pDuIzXt

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ