
- એકતા કપૂરે પોતાના કરિયરની શરૂઆત 15 વર્ષની ઉંમરે એડ અને ફીચર ફિલ્મ નિર્માતા કૈલાસ સુરેન્દ્રનાથ નાથ સાથે કરી હતી
મુંબઈ, તા. 7 જૂન 2022, મંગળવાર
બોલીવુડ એક્ટર જિતેન્દ્ર અને શોભા કપૂરની લાડકી દીકરી એકતા કપૂરને આજે દુનિયા 'ટેલિવિઝન ક્વીન'ના નામથી ઓળખે છે. આજે તે પોતાનો 47 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975માં થયો હતો. આજથી આશરે 25 વર્ષ પહેલા તેણે 'માનો યા ન માનો' સીરિયલથી ટેલિવિઝનની દુનિયામાં એન્ટ્રી કરી હતી અને ત્યારથી શરૂ કરીને અત્યાર સુધી તે અનેક સુપરહિટ શો આપી ચુકી છે.
હાલમાં એકતા કપૂર ટીવી ઈન્ડસ્ટ્રીનું સૌથી મોટું નામ છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 15 વર્ષની ઉંમરે એડ અને ફીચર ફિલ્મ નિર્માતા કૈલાસ સુરેન્દ્રનાથ સાથે કરી હતી. તેને ફિલ્મ નિર્માણમાં ખૂબ જ રસ હતો આથી તેણે નિર્માતા બનવાનો નિર્ણય લીધો હતો. ટેલીવિઝન અને ફિલ્મ નિર્માતા, નિર્દેશક એવી એકતાએ 1994માં બાલાજી ટેલિફિલ્મસ લિમિટેડની સ્થાપના કરી હતી જેની તે જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને ક્રિએટીવ હેડ છે.
કેમ એકતાએ હજુ સુધી લગ્ન નથી કર્યા
એકતા કપૂરની ઉંમર 40 વર્ષ કરતા પણ વધુ હોવા છતા તે હજુ સુધી સિંગલ છે. એકતાએ તેનું કારણ આપતા જણાવ્યું હતું કે, પિતા જીતેન્દ્રની એક શરતના કારણે તેણે આજ સુધી લગ્ન નથી કર્યા.
જાણો શું હતી શરત
એકતાએ જણાવ્યું હતું કે, મારા પિતાએ મને કહ્યું હતું કે, "તારે લગ્ન કરવા પડશે અથવા કામ કર કરવું પડશે." મારે લગ્ન નહોતા કરવા તેથી મે કામને પ્રાધાન્ય આપ્યુ હતું.
આ 5 સીરીયલ્સે તેને બનાવી 'ટીવી ક્વીન'
પદ્મશ્રી જેવુ ગૌરવપ્રદ સન્માન મેળવનાર એકતા કપૂર ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી પ્રોડ્યુસર છે. 'ક્યોકી સાસ ભી કભી બહુ થી' સીરિયલ ટેલિવિઝન જગતમાં એકતા કપૂરની પ્રથમ ક્રાંતિ હતી. ત્યાર બાદ તેણે 'કહાની ઘર ઘર કી, કસૌટી જિંદગી કી, કહીં તો હોગા, અને કુટુમ્બ' જેવી સીરિયલ દ્વારા ટીવી જગતમાં ક્રાંતિ લાવી હતી. એકતાની આ 5 સીરીયલોની જબરજસ્ત સફળતાએ તેને ટી 'ટીવી ક્વીન' બનાવી હતી.
https://ift.tt/jecQ4JG
0 ટિપ્પણીઓ