રણવીર-દીપિકાએ શાહરૂખની પડોશમાં 119 કરોડનું ક્વાર્ડુપ્લેક્સ ખરીદ્યું


- ચાર માળ સુધી વિસ્તરેલું 11266 ચો.ફૂટનું ક્વાર્ડુપ્લેક્સ

- રણવીર અને પિતાએ કંપનીના નામે ડીલ કરી : 19  કારનું પાર્કિંગ પણ મળશે 

મુંબઈ : રણવીર સિંહ અને દીપિકાએ મુંબઈના પોશ બાન્દ્રા વિસ્તારમાં શાહરુખ અને સલમાન ખાનના ઘર નજીક જ ૧૧૯ કરોડના ખર્ચે ક્વાર્ડુપ્લેક્સ ખરીદ્યું છે. ચાર માળ સુધી વિસ્તરેલા આ ક્વાર્ડુપ્લેક્સ માટે તેમણે ચોરસ ફૂટ દીઠ લગભગ એક રુપિયાનો ભાવ ચુકવ્યો છે. 

બાન્દ્રા બેન્ડ સ્ટેન્ડ પર જ શાહરુખ ખાનનો મન્નત બંગલો આવેલો છે. ત્યાંથી નજીકમાં જ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં શાહરુખ ખાન રહે છે. હાલ રણવીર અને દીપિકા પ્રભાદેવી વિસ્તારમાં રહે છે પરંતુ હવે તેમણે આ ક્વાર્ડુપ્લેક્સ ખરીદતાં તેઓ શાહરુખ અને સલમાનના પડોશી બની શકે તેવી અટકળો થઈ રહી છે. હજુ ગયાં વર્ષે જ રણવીર અને દીપિકાએ મુંબઈ નજીક અલીબાગમાં ૨૨ કરોડમાં તેમનું વીક એન્ડ હોમ ખરીદ્યું હતું. 

જોકે, આ સમગ્ર ડિલ એક કંપનીના નામે કરવામાં આવી છે. આ કંપનીમાં રણવીર અને તેના પિતા ડાયરેક્ટર છે. બોલીવૂડના મોટાભાગના એકટર્સ વ્યક્તિગત નામે પ્રોપર્ટી ખરીદવાને બદલે કોઈને કોઈ કંપનીના નામે જ રોકાણ કરતા હોય છે. 

રણવીર- દીપિકાસું આ ક્વાર્ડુપ્લેક્સ ૧૬,૧૭,૧૮, ૧૯ માળ સુધી ૧૧૨૬૬ ચોરસ ફૂટમાં વિસ્તરેલું છે. તેની સાથે તેમને ૧૩૦૦ ફૂટની પ્રાઈવેટ ટેરેસ પણ મળી છે. 

આ ઉપરાંત તેમને આ  સી ફેસ બિલ્ડિંગમાં ૧૯ કારનું પાર્કિંગ પણ મળ્યું છે. જુદાં જુદાં બે એગ્રીમેન્ટ સાથે થયેલી ડીલ માટે રુપિયા ૭.૧૩ કરોડની સ્ટેમ્પ ડયૂટી ચુકવવામાં આવી છે. 



https://ift.tt/nXO8rQT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ