અવળી ગંગા : જ્હોન અબ્રાહમ મલયામલ ફિલ્મમાં પ્રોડયૂસર બન્યો


- સાઉથના બોલીવૂડ પર આક્રમણ સમયે જુદી ચાલ 

- જ્હોન પહેલાં જહ્વાનવી કપૂરના પિતા બોની કપૂર સાઉથમાં પ્રોડયૂસર તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે 

મુંબઈ : છેલ્લા કેટલાય સમયથી સાઉથ સિનેમાના બોલીવુૂડ પર આક્રમણની વાતો ચર્ચાય છે. સાઉથની અનેક પ્રોડક્શન કંપનીઓ પાન ઇન્ડિયા ફિલ્મ બનાવી ભારતભરમાંથી કરોડો ઉસેડી રહી છે. આવા સમયે અભિનેતા અને પ્રોડયૂસર જ્હોન અબ્રાહમ જુદી ચાલ ચાલ્યો છે. તેણે મલયાલમ ભાષામાં ફિલ્મ બનાવી છે. 

જ્હોને મલયાલમમાં માઈક નામની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ આગામી ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવાની છે. જ્હોન જેએ એન્ટરટેઇનમેન્ટ નામનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે. તેના બેનર હેઠળ બનેલી ફિલ્મનું દિગ્દર્શન વિષ્ણુ શિવપ્રસાદે કર્યું છે. 

જ્હોને સોશિયલ મીડિયા પર આ ફિલ્મની રિલીઝની તારીખ શેર કરી હતી. 

આયુષ્યમાન ખુરાના જે ફિલ્મથી લાઈમલાઈટમાં આવ્યો એ વિકી ડોનર ફિલ્મ પણ જ્હોન અબ્રાહમે જ પ્રોડયૂસ કરી હતી. તેણે અત્યાર સુધીમાં ૧૨ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હિંદી ઉપરાંત મરાઠીમાં પણ તેણે ફિલ્મો બનાવી છે. તેની પ્રોડયૂસર તરીક જાણીતી અન્ય ફિલ્મોમાં પરમાણુ અને મદ્રાસ કેફેનો પણ સમાવેશ થાય છે.  સાઉથના નિર્માતાઓ હિંદી ફિલ્મો બનાવે એ સિલસિલો દાયકાઓ જૂનો છે પરંતુ બહુ જુજ હિંદી નિર્માતાઓએ સાઉથની ઇંડસ્ટ્રીમાં પગરણ માંડયા છે. જોકે, આ બાબતમાં નિર્માતા બોની કપૂર અપવાદ છે. સ્વ. અભિનેત્રી શ્રીદેવીના પતિ અને જહ્નાનવી કપૂરના પિતા બોની કપૂરે તમિલમાં સંખ્યાબંધ સુપરહિટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને તેમની ગણના સાઉથના એક ટોચના નિર્માતા તરીકે થાય છે. 



https://ift.tt/jukBPTc

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ