વિદ્યુત જામવાલ અને નંદિતા મહેતાનીનાં લગ્નની ટૂંકમાં જાહેરાત


- બંનેએ ગુપચુપ લગ્ન કરી લીધાં હોવાની પણ ચર્ચાઓ  

- નંદિતા રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ અને કરિશ્માના ભૂતપૂર્વ પતિની એક્સ વાઈફ છે

મુંબઈ : અભિનેતા વિદ્યુત જામવાલ અને નંદિતા મહેતાની આગામી મહિને લંડનમાં લગ્ન કરે તેવી ચર્ચાઓ છે. એક ચર્ચા તો એવી છે કે બંને સિક્રેટ વેડિંગ કરી ચૂક્યાં છે પરંતુ તેની જાહેરાત આવતા મહિને કરવાના છે. 

વિદ્યુતની ફિલ્મ ખુદા હાફિઝ  ટૂ તાજેતરમાં રિલીઝ થઈ છે. 

આ ફિલ્મ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ફસડાઈ હતી પરંતુ બાદમાં નાના સેન્ટરો પર ટકી ગઈ હતી. હવે વિદ્યુત અંગત જીવનમાં પણ એક નવા મુકામ રુપે લગ્ન કરી લે તેવી ચર્ચાઓ થઈ રહી છે. 

ચર્ચા અનુસાર નંદિતા હાલ લંડનમાં પહોંચી ચુકી છે અને ટૂંક સમયમાં વિદ્યુત પણ તેની સાથે હશે. ત્યાં બંને વિધિવત્ત લગ્ન કરી લે તેવી સંભાવના છે. બંને તેમની સગાઈની ઔપચારિક ઘોષણા અગાઉ કરી ચૂક્યાં છે. 

બીજી તરફ કેટલાંક સૂત્રો એવો દાવો કરે છે કે વાસ્તવમાં બંનેએ ગુપચુપ લગ્ન કરી જ લીધાં છે પરંતું હવે આગામી દિવસોમાં તેની સત્તાવાર જાહેરાત સાથે મિત્રો માટે પાર્ટી યોજાવાની છે. 

નંદિતા મહેતાની ફેશન ડિઝાઈનર છે.

રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડની લાંબી યાદીમાં તેનો પણ સમાવેશ થાય છે. 

નંદિતાનાં લગ્ન અગાઉ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર સાથે થયાં હતાં. જોકે, બંનેએ બે જ વર્ષમાં છૂટાછેડા લઈ લીધા હતા. 



https://ift.tt/GmjXa4E

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ