સોનમનાં બેબી શાવરમાં આલિયા અને દીપિકા પાદુકોણને આમંત્રણ


- સોનમની માસીને ત્યાં ફંકશન ગોઠવાશે 

- અનિલ-સુનિતા દ્વારા ધામધૂમથી તૈયારીઓઃ કરિશ્મા, કરીના, મલાઈકા સહિતની સેલિબ્રિટી હાજર રહેશે

મુંબઈ : અભિનેત્રી સોનમ કપૂરનું બેબી શાવર ફંકશન આગામી તા. ૧૭મી જુલાઈએ યોજાવાનું છે એ તેમાં આલિયા ભટ્ટ તથા દીપિકા પાદૂકોણ સહિતની સેલિબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. 

સોનમનાં શ્વસુર પક્ષ તરફથી બેબી શાવરનું ફંકશન લંડનમાં યોજાઈ ચૂક્યું છે. તે પછી સોનમ મુંબઈ માતાના ઘરે આવી ગઈ છે. અહીં પિતા અનિલ કપૂર તથા માતા સુનિતા કપૂર પોતાના તરફથી એક ભવ્ય ફંકશન યોજવાનાં છે. 

જાણવા મળ્યા મુજબ સોનમનાં માસીનાં બાન્દ્રા ખાતે આવેલાં નિવાસસ્થાને ફંકશન થવાનું છે. તેના માટે તડામાર તૈયારીઓ ચાલે છે. ફંકશન માટે આમંત્રિતોની યાદી પણ તૈયાર થઈ ચુકી છે. 

આલિયા અને દીપિકા ઉપરાંત કરિશ્મા કપૂર, કરીના કપૂર, મલાઈકા અરોરા, જેક્લિન ફર્નાાન્ડિઝ તથા સોનમની ખાસ સખી સ્વરા ભાસ્કર પણ આ ફંકશનમાં હાજર રહે તેમ મનાય છે. 

આ ઉપરાંત અનિલ કપૂરના પરિવારમાંથી અર્જુન કપૂર , ખુશી કપૂર અને જાહ્નવી કપૂર પણ હાજર રહે તેવી સંભાવના છે. 

સોનમ કપૂર અન આનંદ આહુજાનાં લગ્ન ૨૦૧૮માં થયાં હતાં. સોનમ અને આનંદ હવે બાળકની પ્રતીક્ષા કરી રહ્યાં છે. સોનમ પોતાની લેટસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. 



https://ift.tt/vR3UbFC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ