Breaking News

લોડ થઈ રહ્યું છે...

જુગ જુગ જીયોની લાઈફટાઈમ કમાણી જેટલી આવક થોરને 4 દિવસમાં થઈ ગઈ


- હોલીવૂડ ફિલ્મે ચાર દિવસમાં 80 કરોડ ઉસેડી લીધા  

- સાઉથ અને હોલીવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર દરોડો પાડી રહી છે, બોલીવૂડના બિગ સ્ટાર્સ લાચાર બની ગયા

મુંબઈ : કરણ જોહરની બહુ ગજવવામાં આવેલી ફિલ્મ જુગ જુગ જિયોની ભારતમાં લાઈફટાઈમ ઈનકમ ૭૯ કરોડ થઈ છે. તેની સામે હોલીવૂડની થોરઃ લવ એન્ડ થંડર ચાર જ દિવસમાં ૮૦ કરોડથી વધુ કમાઈ ગઈ છે. 

પાછલા કેટલાય સમયથી એકમાત્ર ભૂલભૂલૈયા ટૂને બાદ કરતાં બોલીવૂડની ફિલ્મોનો ધબડકો જ વળી રહ્યો છે. અત્યાર સુધી બોલીવૂડવાળા એવું મન મનાવતા હતા કે કોરોના પછી લોકોને થિયેટરમાં પાછા ફરતાં સમય લાગશે. પરંતુ, પાછલા કેટલાક મહિનાઓથી આરઆરઆર અને કેજીએફ ટૂ જેવી સાઉથની ફિલ્મોને જબ્બર સફળતા મળી છે તેની સામે બોલીવૂડની મોટાભાગની ફિલ્મો પછડાઈ છે. હવે થોર ફિલ્મને બોક્સ ઓફિસ પર જે રીતે કમાણી થઈ તે જોતાં એ સાબિત થયું છે કે લોકો થિયેટરમાં પાછા તો ફર્યા છે પરંતુ તેમને જોઈએ તેવું મનોરંજન પૂરું પાડવામાં બોલીવૂડના સર્જકો અને કલાકારો નિષ્ફળ જઈ રહ્ય છે. 

થોર ભારતમાં ગયા ગુરુવારે વર્કિંગ ડેએ રજૂ થઈ હતી. તેમ છતાં પણ તેણે પહેલા દિવસે જ ૧૮ કરોડથી વધુની કમાણી કરી બોલીવૂડમાં સૌને આંચકો આપ્યો હતો.



https://ift.tt/4972fVC

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ