- નડિયાદની સ્પેશિયલ પોકસો કોર્ટનો ચુકાદો
- રૂ. 6.30 લાખનો દંડ અને ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો હૂકમ
બનાવની વિગત એવી છે કે, આરોપી મહેશભાઈ શીવાભાઈ પટેલ (ઉ.વ.૫૦, રહે. નિરમાલી દૂધની ડેરી સામે, તા.કપડવંજ) શિક્ષક તરીકે નિરમાલી પ્રા.શાળામાં છેલ્લા ૨૨ વર્ષથી નોકરી કરે છે. તેણે તા. ૨૭-૮-૨૦૨૦ ના રોજ ગામની સીમ નજીક રોડ ઉપરથી સગીરાને બોરવાળા ખેતરમાં ઉતારી દેવાનું જણાવી અલ્ટોગાડીમાં બેસાડી જાફ૨ીયાવાળા તુવેરના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. તથા અગાઉ પણ આજ ખેતરમાં તેણી પર અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની સગીરાને ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ આપતા કપડવંજ રુરલ પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. તેનો કેસ ખેડા જિલ્લાની સ્પે.કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે સરકારી વકીલે ૩૫ દસ્તાવેજી પુરાવા તથા ૧૨ સાહેદોના મૌખિક પુરાવા ફરિયાદ પક્ષે સરકારી વકીલે રજુ કર્યા હતા. આ કેસમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, આપણા સમાજમાં સગીર દીકરીઓ ઉપર થતા આવા પ્રકારના ગુનાઓ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે આવા આરોપીને સખત સજા કરી સમાજમાં દાખલો બેસાડવો જોઈએ, તેમજ શિક્ષક વિદ્યાર્થીનું ભાવી ઘડતા હોય છે અને બાળકના ભણતરમાં માતા પછીનું બીજુ સ્થાન શિક્ષકનું હોય છે અને તેજ સંસ્કારનું સિંચન કરે છે. તેવા સંજોગોમાં શિક્ષક જ અસંસ્કારી બની જાય તો વિશ્વાસ કેવી રીતે કરી શકાય ? તેવી દલીલોને ગ્રાહ્ય રાખી સ્પે.જજ પી. પી. પુરોહીતે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂ.૬,૩૦,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. તેમજ સરકારના પરીપત્ર મુજબ ભોગ બનનારને ૪,૦૦,૦૦૦ વળતર તરીકે ચુકવી આપવાનો પણ હુકમ કર્યો હતો.
https://ift.tt/Lyv18ri
0 ટિપ્પણીઓ