(પ્રતિકાત્મક ફોટો)અમદાવાદ
હાઇકોર્ટના આદેશ બાદ રખડતા પશુઓને પકડવા માટે તાકીદ કરતા સમગ્ર અમદાવાદમાં રખડતા પશુઓ પકડવામાં આવતા દિવસ દરમિયાન લોકોને રાહત મળી હતી. પરંતુ રાતના સમયે ઢોરને રસ્તા પર છુટા મુકી દીધા હતા. જો કે રાતના સમયે પણ રખડતા ઢોરને પડકવા માટે ઢોર પાર્ટી આવતી જતા શહેરના અનેક વિસ્તારોમાં નાસભાગ મચી ગઇ હતી. જેમા કેટલાંક પશુપાલકો લાકડી જેવા હથિયારો લઇને રસ્તા પર આવી જતા ભયનો માહોલ સર્જાયો હતો. શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવાના ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ સમગ્ર શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેમાં અનેક સ્થળોએથી મોટાપ્રમાણમાં રખડતા પશુઓને પકડવામાં આવ્યા હતા. જેથી મોટાભાગના પશુપાલકોએ તેમના ઢોર રખડતા મુકવાને બદલે પોતાના ઘરના વાડામાં મુકી દીધા હતા. જો કે રાતના સમયે ઢોરને છુટા મુકી દીધા હતા. પરંતુ, રાતના સમયે ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં પશુપાલકો લાકડી જેવા હથિયારો લઇને રસ્તા પર આવી ગયા હતા. જેથી જીવરાજ પાર્ક, નારણપુરા અને વાસણા જેવા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારીને રાતના સમયે છુટા મુકાયેલા ઢોરને પકડવામાં આવ્યા હતા.
એક જ દિવસમાં છુટક દુધનો ભાવ પાંચ થી દશ રૂપિયા વધારી દેવાયો
શહેરમાં ઢોરને છુટા મુકીને આખો દિવસ કચરાના ઢગલામાંથી ખોરાક ખવડાવતા કેટલાંક લોકોએ સાંજના ગાયને લાવીને દુધ દોઇને વેચાણ કરતા હતા. જેથી પશુપાલનનો ખર્ચ નામ માત્રનો રહેતો હતો. પંરતુ, એક જ દિવસમાં કડકાઇપૂર્વકનો અમલ શરૂ થતા ગાયોને ઘરના વાડામાં બાંધીને મોંધાભાવનો ચારો આપવાનો થતા કેટલાંક પશુપાલકોએ દુધના ભાવ વધારી દીધા હતા.
https://ift.tt/Uu5Tzgf
0 ટિપ્પણીઓ