- તેલંગાણામાં નદીઓએ ભયજનક સપાટી વટાવતા પૂરમાં હજારો ફસાયા
- પૂણેમાં 48 કલાક ભારે વરસાદની શક્યતા, કેરળમાં ચક્રાવાતી વાવાઝોડાનો કેર, વીજળી પડવાની ઘટનાઓ વધવાની ચેતવણી
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતી ભારે વરસાદ પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર અને અન્ય કેટલાક સમુદ્રી કાંઠા વાળા રાજ્યોમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. પૂણેમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ પડયો છે. આગામી બે દિવસ માટે પૂણે અને આસપાસના વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત વિદર્ભ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશામાં પણ ભારે વરસાદની આગાહી છે.
બીજી તરફ હાલ તેલંગાણા, કેરળમાં પૂરની સ્થિતિ પેદા થઇ ગઇ છે. તેલંગાણામાં ગોદાવરી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર આવ્યું છે અને નદીના કાંઠા વાળા વિસ્તારોમાં અનેક ગામડા તળાવમાં ફેરવાઇ ગયા છે.
હજારો લોકોને ગામડામાંથી સુરક્ષીત રેસ્ક્યૂ કરાઇને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે. જુલાઇ મહિનામાં જ તેલંગાણાના અનેક જિલ્લામાં પૂરે તબાહી મચાવી હતી.
તેલંગાણા ઉપરાંત કેરળમાં પણ ચક્રાવાતી વાવાઝોડાએ તબાહી મચાવી છે. કેરળના અનેક મકાનોને આ વાવાઝોડાને કારણે નુકસાન પહોંચ્યું છે. કેરળની ચલક્કુડી નદીની આસપાસ આ ચક્રાવાતી વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ છે. આ વાવાઝોડાને પગલે ત્રિશૂર જિલ્લાના કલેક્ટર અને અન્ય અધિકારીઓએ ઇમર્જન્સી બેઠક યોજી હતી.
હાલ તેલંગાણા અને કેરળમાં અનેક લોકોને રેસ્ક્યૂ કરવા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કેરળમાં વીજળી પડવાની ઘટનાઓને લઇને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંના ઇડુક્કી, મલક્કડ, કોઝીકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે.
https://ift.tt/1sEvzPB from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OQgJS5h
0 ટિપ્પણીઓ