Breaking News

લોડ થઈ રહ્યું છે...

પીપલગ ચોકડી નજીક બે જગ્યાએ તસ્કરો ત્રાટક્યાં : વેપારીઓમાં ફફડાટ

- વારંવાર ચોરીના બનાવો બને છે છતાં પોલીસ નિષ્ક્રિય

નડિયાદ


નડિયાદ તાલુકાના પીપલગ પીપળાતા રોડ ઉપર આવેલ એકતા ઓફસેટ તથા ક્રિષ્ના ડેરીની દુકાનના કોઈ અજાણ્યા તસ્કરોએ શટર તોડી ડેરીમાંથી રોકડ રકમ - પરચુરણ મળી અંદાજે કુલ રૂપિયા ૩૬,૧૪૦ નો મુદ્દા માલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

 નડિયાદ તાલુકાના પીપલગ ચોકડી થી પીપળાતા રોડ ઉપર કલ્પેશભાઈ શાહની એકતા ઓફસેટ તથા મુકેશભાઈ પંડિતની ક્રિષ્ના ડેરી નામની દુકાન આવેલ છે. ગત રાત્રિના કોઈ અજાણ્યા તસ્કરોએ આ બંને દુકાને પોતાનો નિશાન બનાવી હતી. તસ્કરોએ એકતા ઓફસેટ નું શટર ઊંચું કરી ઓફિસમાં પ્રવેશ કરી તિજોરીઓમાં મુકેલ સામાન રફેદફે કરી દીધો હતો. પણ કાંઈ હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ ક્રિષ્ના ડેરીનું તાળું તોડી તસ્કરોએ રૂ. ૧૭,૫૦૦ નું પરચુરણ, રૂ. ૧૮,૩૦૦ રોકડા તથા ગલ્લામાં મુકેલ રૂ. ૩૪૦ રોકડા સહિત કુલ રૂ. ૩૬,૧૪૦ ની મતા ની ચોરી કરી હતી. ત્યારબાદ અમૂલ પાર્લરમાં પ્રવેશી તસ્કરોએ આઈસ્ક્રીમ ની મોજ માણી હોવાનું મુકેશભાઈ પંડિતે જણાવ્યું હતું. આ બનાવવાની જાણ સવારે બંને દુકાન માલિકોને થતા તેઓએ નડિયાદ રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ક્રિષ્ના ડેરીમાં સાતમી વખત તાળા તૂટયા

પીપલગ ચોકડી પાસે આવેલ ક્રિષ્ના ડેરીના માલિક મુકેશભાઈ પંડિતે જણાવ્યું હતું કે અમારી દુકાને તસ્કરોએ સાતમી વખત નિશાન બનાવી છે. જ્યારે જ્યારે ચોકડી પર હોમગાર્ડ પોઈન્ટ ન હોય ત્યારેજ તસ્કરો આ દુકાનને પોતાનું નિશાન બનાવે છે. નડિયાદ રૂરલ પોલીસ દ્વારા ચોકડી પાસે હોમગાર્ડ પોઈન્ટ ગોઠવેલ છે. પરંતુ ગત રાત્રિના પોઇન્ટ પર હોમગાર્ડ જવાન ન હોવાથી તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોવાનું ચર્ચાય છે. સીસીટીવી માં ત્રણ ઈસમો દેખાય છે જેના આધારે પોલીસ તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.



https://ift.tt/67Oi1Bs

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ