મહારાષ્ટ્રથી ફેવીકોલના પાર્સલના નામે મોકલાયેલો દારૂનો જથ્થો જપ્ત કરાયો

અમદાવાદ

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ મહારાષ્ટ્રના ભીંવડીથી અસારવાના બુટલેગર હિતેશ મોદીને ફેવીકોલના પાર્સલના નામે મોકલેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરી છે. જેમાં ભીંવડીથી રૂષભ ગાલા નામનો બુટલેગર નીશા એન્ટરપ્રાઇઝના ખોટા ઇનવોઇસ બનાવીને મારૂતી એન્ટરપ્રાઇઝ અને કિરણ એન્ટપ્રાઇઝ નામની બનાવટી કંપનીને રીસીવર બતાવીને હિતેશ મોદીને સપ્લાય કરતો હતો. જ કેસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે.સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે અસારવા નીલકંઠ મહાદેવની ચાલીમાં રહેતો હિતેષ મોદી મહારાષ્ટ્ના ભીવંડીથી રૂષભ  ઉર્ફે રમેશ ગાલા નામના બુટલેગર પાસેથી ટ્રાન્સપોર્ટમાં દારૂ મંગાવે છે. જેમાં રમેશ ગાલા નીશા ઇન્ડ્સ્ટ્રીઝના ખોટા બીલ બનાવીને રાજેશ કાર્ગોમાં મારૂતી અને કિરણ એન્ટરપ્રાઇઝને પાર્સલમાં દારૂ મોકલે છે. જે બાતમીને આધારે પોલીસે સારંગપુરમાં આવેલી રાજેશ કાર્ગોની ઓફિસમાં દરોડો પાડીને હિતેષ મોદીએ  મોકલેલા પાર્સલ પર તપાસ  કરતા ફેવીકોલનો જથ્થો મોકલાયાના બીલ હતા. બાદમાં પાર્સલમાં તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.  જે અંગે પોલીસે  આઇપીસીની કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૧૪ તેમજ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.



https://ift.tt/XC2nNpo

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ