અમદાવાદ
અમદાવાદ શહેરમાં હવે ચોક્કસ યુવા વર્ગમાં ડ્ગ્સની માફક ઇ-સીગારેટની માફક વિદેશી સિગારેટની ડિમાન્ડ યુવાનોમાં જોવા મળી રહી છે. ત્યારે ગુરૂવારે બોપલ પોલીસે સેલામાં આવેલા ઓર્ચિડ સ્કાયમા આવેલી ક્યુ લેન્ડ પાન શોપમાંથી રૂપિયા ૭૦ હજારની કિંમતના ૩૫૦ જેટલા વિદેશી સિગારેટના બોક્સ જપ્ત કર્યા હતા. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશીયલ ઓપરેશન ગુ્રપમાં સ્ટાફને બાતમી મળી હતી કે ક્લબ ઓ સેવન રોડ પર આવેલા ઓર્ચિડ સ્કાયમાં આવેલી ક્યુ લેન્ડ પાન શોપ પર વિદેશી સિગારેટનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે અને જે વિશેષ ગ્રાહકોને સપ્લાય કરવામાં આવે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા રૂપિયા ૭૦ હજારની કિંમતના ૩૫૦ જેટલા બોક્ષ વિદેશી સિગારેટના હતા. જે અંગે પાન શોપ પર કામ કરતા પુનમ મીણા વિરૂદ્વ કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો પહોંચતો કરનાર વ્યક્તિ પર પણ પોલીસે તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે જજીસ બંગલો, સિંધુ ભવન રોડ પર આવેલા પાન શોપ પર ઇ સિગારેટ અને વિદેશી સિગારેટનો સૌથી મોટો કારોબાર કરવામાં આવે છે. પરંતુ, પોલીસ દ્વારા આ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
https://ift.tt/eUGX3ky
0 ટિપ્પણીઓ