IND vs SL Live : ભારતની શ્રીલંકા સામે 16 રને હાર, સૂર્યા-અક્ષર-માવીની ધમાકેદાર મહેનત ગઈ નિષ્ફળ

Image - ICC Twitter

નવી દિલ્હી, તા.05 જાન્યુઆરી-2023, ગુરુવાર

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં ભારતનો 16 રને પરાજય થયો છે. આ સાથે જ ત્રણ T20 સિરિઝની મેચમાં બંને ટીમો 1-1 મેચ જીતી છે. ભારત 20 ઓવરમાં 8 વિકેટે 190 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન અક્ષર પટેલે 31 બોલમાં 65 (6 સિક્સ, 3 ફોર), સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 51 રન (3 સિક્સ, 3 ફોર) ત્યાર બાદ 8માં ક્રમે આવેલા શિવમ માવીએ ધમાકેદાર 15 બોલમાં 26 રન (2 સિક્સ, 2 ફોર) કર્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા સહિતના બેટ્સમેનો સસ્તામાં આઉટ થયા હતા.  દરમિયાન શ્રીલંકાની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 206 રન કર્યા હતા. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ માત્ર 22 બોલમાં 56 રન ફટકારી ટીમને મજબુત સ્થિતમાં લાવી દીધી છે. તો વિકેટકીપર બેટ્સમેન કુશલ મેન્ડીસે 52 રન કર્યા છે. શ્રીલંકાએ ભારતને જીતવા 207 રનનું લક્ષ્યાંક આપ્યું છે. 3 T20 સિરિઝની મેચોમાં ભારત અને શ્રીલંકા એક-એક મેચ જીતતા હવે ત્રીજી T20 મેચ રસાકસીભરી જોવા મળશે. આજની મેચમાં ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરેલા રાહુલ ત્રિપાઠી પણ નિષ્ફળ સાબિત થયો હતો.

ભારતની શ્રીલંકા સામેની સિરિઝની છેલ્લી T20 મેચ 7મી જાન્યુઆરીએ ગુજરાતના રાજકોટમાં રમાશે.

ભારતના ટોપ-3 બેટ્સમેન અને કેપ્ટન સસ્તામાં આઉટ

શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખુબ જ ખરાબ જોવા મળી હતી. ટોપ ઓર્ડર બેટ્સમેન ઈશાન કિશન-2, શુભમન ગીલ-5, ડેબ્યૂ મેચ રમી રહેલા રાહુલ ત્રિપાઠી-5 અને કેપ્ટન હાર્દિક પંડ્યા માત્ર 12 રન બનાવી સસ્તામાં આઉટ થયો હતો. પ્રથમ 5 ઓવરમાં જ ભારતની મહત્વની 4 વિકેટો પડી ગઈ હતી. શ્રીલંકા તરફથી કસુન રાજિથાએ ઈશાન કિશન અને શુભમન ગીલને સસ્તામાં આઉટ કર્યો હતો, તો દિલશાન મદુશંકાએ રાહુલ ત્રિપાઠીને આઉટ કર્યો હતો. તો કેપ્ટન હાર્દિક પંડ્યાને ચામિકા કરુણારત્ને માત્ર 12 રનમાં આઉટ કર્યો હતો.

  • શ્રીલંકાનો સ્કોર 20 ઓવરમાં 206/6
  • શ્રીલંકાનો સ્કોર 15 ઓવરમાં 129/4
  • શ્રીલંકાનો સ્કોર 10 ઓવરમાં 89/2
  • શ્રીલંકાનો સ્કોર 05 ઓવરમાં 51/0

કેપ્ટન દાસુન શનાકાના અણનમ 56 રન

પૂણેમાં રમાઈ રહેલી મેચમાં પ્રથમ બેટીંગ કરતા શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 206 રનનો સ્કોર ઉભો કર્યો છે. શ્રીલંકાએ ભારતને જીતવા 207 રનનું લક્ષ્ય આપ્યું છે. દરમિયાન શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ માત્ર 22 બોલમાં 56 રન ફટકારી ટીમને મજબુત સ્થિતમાં લાવી દીધી છે. શનાકાએ 6 સિક્સર અને 2 ફોર ફટકારી હતી. તો વિકેટકીપર બેટ્સમેન કુશલ મેન્ડીસે 52 રન કર્યા છે. પથુમ નિસંકાએ 33, ચરિત અસલંકાએ 37 કર્યા છે.

ભારત તરફથી ઉમરાન મલીકે 3 વિકેટ, અક્ષર પટેલે 2 વિકેટ તેમજ યઝુવેન્દ્ર ચહરે 1 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા તરફથી શરૂઆતમાં ઓપનર બેટ્સમેન પથુમ નિસંકા અને કુશલ મેન્ડીસે ધમાકેદાર બેટીંગ કરી હતી. બંને વચ્ચે 80 રનની ભાગીદારી થતા શ્રીલંકાની ટીમ મોટો સ્કોર બનાવવામાં સફળ રહી છે.

શ્રીલંકાની 3 વિકેટ માત્ર 18 રનની અંદર પડી

શ્રીલંકાની ટીમનો ખેલાડી ધનંજય ડિસિલ્વા, ચરિત અસલંકા અને વાનિન્દુ હસારંગાની વિકેટ માત્ર 18 રનમાં પડી ગઈ હતી. 110 રને ડિસિલ્વાની, 138 રને અસલંકાની તેમજ 138 રને હસારંગાની વિકેટ પડી હતી. અક્ષર પટેલની બોલિંગમાં ધનંજય ડિસિલ્વાનો કેચ દિપક હુડ્ડાએ પકડ્યો હતો. તો ઉમરાન મલીકે ચરિત અસલંકા અને હસારંગને આઉટ કર્યો હતો. ચરિત અસલંકા મલીકની બોલિંગમાં શુભમન ગીલના હાથે કેચ આઉટ થયો હતો. તો વાનિન્દુ હસારંગા મલીકની બોલીંગમાં બોલ્ડ આઉટ થયો હતો.

ભારતીય બોલરોનો કમાલ, શ્રીલંકાની ત્રીજી વિકેટ હર્ષલ પટેલને મળી

શ્રીલંકાની ટીમનો ટોપ બેટ્સમેન પથુમ નિસંકા 33 રને આઉટ થયો છે. અક્ષર પટેલની બોલિંગમાં નિસંકા કેચ આઉટ થયો છે. નિસંકાનો કેચ રાહુલ ત્રિપાઠી પકડી પાડ્યો હતો. આ સાથે શ્રીલંકાની ત્રીજી વિકેટ 11મી ઓવરના ત્રીજા બોલે 96 રને પડી હતી.

ઉમરાન મલિકને મળી સફળતા

ભારતીય બોલર ઉમરાન મલીકે શ્રીલંકન બેટ્સમેન ભાનુકા રાજપક્ષેને માત્ર 2 રને આઉટ કર્યો હતો. 9મી ઓવરમાં પ્રથમ બોલે મલીકની બોલીંગમાં ભાનુકા બોલ્ડ આઉટ થયો હતો. આ સાથે શ્રીલંકાની 82 રને બીજી વિકેટ પડી હતી.

કુશલ મેન્ડિસ 52 રને આઉટ, ચહલને મળી સફળતા

શ્રીલંકાના બેટ્સમેન કુશલ મેન્ડિસે શરૂઆતથી મેચમાં પક્કડ જમાવી ધમાકેદાર બેટીગ કરી હતી. તેણે 27 બોલમાં 50 રન પૂરા કર્યા. મેન્ડિસ 52 રનના સ્કોરે યુઝવેન્દ્ર ચહલની બોલીંગમાં LBW આઉટ થયો હતો. શ્રીલંકાની પ્રથમ વિકેટ 8મી ઓવરના બીજા બોલે 80 રને પડી હતી. મેન્ડિન અને પથુમ નિસંકા વચ્ચે 80 રનની ભાગીદારી થઈ હતી.



બીજી T20માં ટીમ ઈન્ડિયામાં ફેરફાર

બીજી મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામાન્ય ફેરફાર કરાયા છે. સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો હોવાથી શ્રીલંકા સામેની સિરિઝમાંથી બહાર જવું પડ્યું છે.  મુંબઈમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન ઈજાગ્રસ્ત થયો હતો. કેચ પકડતી વખતે સંજુ સેમસનને ઘુંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ટીમમાંથી બહાર કરાયો છે. પ્રથમ T20 મેચમાં સંજુ સેમસન નિષ્ફળ ગયો હતો અને માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. 

શ્રેણીમાં ભારત 1-0થી આગળ

ભારત અને શ્રીલંકા વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 T20 સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 2 રને વિજય થયો હતો. ભારત તરફથી સૌથી વધુ દિપક હુડ્ડાએ 41 રન કર્યા હતા. ડેબ્યૂ મેચ રમી રહેલા શિવમ માવીએ 4, હર્ષલ પટેલે 2, ઉમરાન મલીકે 2 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 162 રન કર્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 160 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ 45 રન, કુશલ મેન્ડીસે 28 રન જ્યારે વનિન્દુ ડી.સિલ્વાએ 21 રન કર્યા હતા. આ સાથે ભારતે સિરિઝમાં 1-0થી જીત મેળવી છે. બંને દેશો વચ્ચે આગામી બીજી T20 મેચ 5 જાન્યુઆરીએ પુણેમાં રમાશે.

શ્રીલંકાની પ્લેઈંગ-11

પથુમ નિસંકા, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), ધનંજય ડી'સિલ્વા, ચરિત અસલંકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસારંગા, ચામિકા કરુણારત્ને, મહેશ તિક્ષ્ણા, કસુન રજિથા, મદહસુન, કસુલ રાજિથા, દિલશાન મદુશંકા...

ભારતનું પ્લેઇંગ-11

ઈશાન કિશન (વિકેટ કીપર), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, રાહુલ ત્રિપાઠી, હાર્દિક પંડ્યા (કેપ્ટન), દીપક હુડા, અક્ષર પટેલ, શિવમ માવી, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ...

શ્રીલંકાનો ભારત પ્રવાસ

  • પ્રથમ T20 : 3 જાન્યુઆરી, મુંબઈ - ભારતનો 2 રને વિજય
  • બીજી T20 : 5 જાન્યુઆરી, પુણે
  • ત્રીજી T20 : 7 જાન્યુઆરી, રાજકોટ

ટીમ ઈન્ડિયાની જર્સીમાં ફેરફાર

સિરિઝ પહેલા ભારતીય ટીમની જર્સીમાં કેટલાક ફેરફાર થયા છે. સિરિઝ પહેલા ખેલાડીઓનો ફોટોશૂટ કરાવ્યો હતો. યુઝવેન્દ્ર ચહલે આ ફોટોશૂટની એક ઝલક શેર કરી હતી. આ તસવીરમાં યુઝવેન્દ્ર ઉપરાંત ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને ઋતુરાજ ગાયકવાડ જોવા મળ્યા હતા. શ્રીલંકા સામેની સિરિઝમાં ટીમ ઈન્ડિયા નવી જર્સી સાથે મેદાનમાં ઉતરી છે. હવે ભારતીય ટીમની જર્સી પર નવા કિટ સ્પોન્સરનું નામ જોવા મળ્યું છે. અગાઉ ખેલાડીઓની જર્સી પર BCCIના લોકો ઉપરાંત MPL સ્પોર્ટ્સનું નામ જોવા મળતું હતું, હવે MPLના બલે ‘KILLER’ લખાયેલું છે. MPL સ્પોર્ટ્સ 2023 સુધી ટીમ ઈન્ડિયાની કિટ સ્પોન્સર હતી, જોકે કંપનીએ તેનો આ છેલ્લા વર્ષનો કોન્ટ્રાક્ટ Kewal Kiran Clothing Limitને આપી દેતા હવે ટીમ ઈન્ડિયાની જર્સી પર તેમનો જ લોગો જોવા મળશે.

Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FxUoeGR https://ift.tt/QqPVc3g

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ