VIDEO: ‘ભારત જોડો યાત્રા’માં જોવા મળ્યા 2 રાહુલ ગાંધી, ટી-શર્ટ પણ એકસરખી

મેરઠ, તા.05 જાન્યુઆરી-2023, ગુરુવાર

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશથી થઈને હરિયાણામાં પ્રવેશી ચુકી છે. ઉત્તરપ્રદેશમાં યાત્રા જ્યારે બાગપતના રસ્તા પર મેરઠ તરફ જતી હતી ત્યારે રાહુલ ગાંધી જેવો દેખાતો વ્યક્તિ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ફૈસલ ચૌધરી નામના આ વ્યક્તિ દેખાવમાં આખેઆખો રાહુલ ગાંધી જેવો લાગે છે. આ વ્યક્તિ રાહુલ જેવી ટી-શર્ટ પણ પહેરી હતી. તેણે રાહુલની જેમ થોડી દાઢી પણ વધારી હતી.

વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, ફૈસલ ચૌધરી મેરઠનો રહેવાસી છે અને તે કોંગ્રેસ પક્ષનો સભ્ય પણ છે. ફૈસલે જણાવ્યું કે, ગત એક વર્ષથી લોકો તેને રાહુલ ગાંધીનો હમશકલ કહે છે. ફૈસલ ચૌધરીએ કહ્યું કે, ઘણા લોકો કહે છે કે, તમે રાહુલ જેવા જ દેખાવો છો. તો ઘણા લોકો મારી સાથે ફોટો પણ પડાવે છે, વીડિયો બનાવે છે.



https://ift.tt/6LGNJSW from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jyefK1H

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ