ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

બોર્ડની પરીક્ષાના સ્કુલ દ્વારા રોલ નંબર ખોટા આપતાં વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા,આખું વર્ષ બગડ્યું

Image Twitter

પંજાબ, તા. 27 માર્ચ 2023, સોમવાર

દેશમાં બોર્ડની  ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. અને આવા સમયે પંજાબ બોર્ડ દ્વારા 10મી પરીક્ષા 24 માર્ચ 2023 થી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન પંજાબ બોર્ડ પરીક્ષા કેન્દ્રમાંથી આવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તમે પણ બે મિનિટ તો વિચારવા પર મજબૂર થઈ જશો. 

પંજાબના લુધિયાણામાં આવેલ કૌંકે કલા ગામની એક શાળાએ તેના 26 વિદ્યાર્થીઓને ખોટા રોલ નંબર આપ્યા હતા. જેના કારણે આ વિદ્યાર્થીઓ 10માની બોર્ડની પરીક્ષામાં બેસી શકતા નહોતા. આથી એ સ્પષ્ટ થાય છે કે આ બાળકોનું આ વર્ષ બરબાદ થયું છે. આ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે.

સ્લિપ પર લખેલ રોલ નંબર ખોટો

લુધિયાણાની આ ખાનગી શાળામાં આરોપ છે કે સ્કુલના  મેનેજરે આ વિદ્યાર્થીઓને સાચા રોલ નંબરને બદલે સ્લિપ પર ખોટો રોલ નંબર લખીને આપી દીધો હતો. આ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે જગરાઓની ખાલસા સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા ત્યારે પરીક્ષા નિરીક્ષકે તેમને અંદર જવા દીધા ન હતા. પાપ્ત થતી માહિતી અનુસાર આ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર રડતા જોવા મળ્યા હતા.

વાલીઓએ ફરિયાદ નોંધાવી

પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓના વાલીઓએ પંજાબ બોર્ડની પરીક્ષામાં આવી ઘોર બેદરકારી સામે નારાજગી વ્યક્ત કરી છે. કેટલાક વાલીઓએ લુધિયાણા ગ્રામીણ એસએસપીની ઓફિસમાં સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે કહે છે કે બાળકોનું પેપર પંજાબી વિષયનું હતું. રોલ નંબર ખોટા મળવાને કારણે તે પરીક્ષા ચૂકી ગયો. આ ઉપરાંત વાલીઓએ કહ્યુ હતુ કે શાળાએ આ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નથી.




https://ift.tt/1ugsDwo from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/94jf1tF

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ