ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

વડોદરામાં સરકારી હોસ્પિટલોમાં જ કોવિડ ગાઇડ લાઇનનું પાલન થતુ નથી


વડોદરા : સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે શહેરની બે સરકારી હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવતા જાણવા મળ્યુ કે અહી કોવિડ ગાઇડ લાઇનનું પાલન થતુ નથી. ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, કર્મચારીઓ અને સિક્યોરિટી સ્ટાફ માસ્ક વગર જ ફરી રહ્યા છે. શહેરમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોના ૧૬ કેસ નોંધાયા છે.

વડોદરામાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના લક્ષણો ધરાવતા ૫૦૩ દર્દીઓએ આરટીપીસીઆર અથવા તો રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો જેમાંથી ૧૬ લોકો કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયુ છે. સોમવારે સાંજ સુધીની સ્થિતિ પ્રમાણે ૭૭ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે જેમાંથી પાંચ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે તો સોમવારે ૭ દર્દીઓને ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો હતો.

સોમવારે વડોદરામાં કોરોનાના ૧૬ નવા કેસ નોંધાયા, પાંચ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ ઉપર

કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના સહિતના કોઇ પણ વાયરસ ફેલાવાની સૌથી વધુ શક્યતાઓ હોસ્પિટલોમાં હોય છે કેમ કે ત્યાં વાયરસ ઇન્ફેક્ટેડ દર્દીઓની સતત આવન જાવન થતી રહેતી હોય છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ માર્ગદર્શિકા જાહેર કરીને કોવિડ ગાઇડ લાઇનનો અમલ કરવા માટેની સૂચનાઓ આપી છે ત્યારે 'દીવા તળે અંધારૃ' કહેવતની જેમ વડોદરાની સરકારી હોસ્પિટલ કે જેના કેમ્પસમા મેડિકલ કોલેજ અને હોસ્ટેલ્સ પણ આવેલી છે ત્યાં જ કોવિડ ગાઇડ લાઇનનું પાલન થતુ નથી. હોસ્પિટલના કર્મચારી કે ડોક્ટરો માસ્ક પહેરતા નથી. હોસ્પિટલના એક પણ વોર્ડમાં સેનેટાઇઝર નજરે પડતુ નથી.નર્સિંગ સ્ટાફ, સિક્ટોરિટી સ્ટાફ પણ માસ્ક વગર જ ફરતા નજરે પડે છે.

આ વાત માત્ર એસએસજી હોસ્પિટલ પુરતી મર્યાદીત નથી. ગોત્રીમાં જીએમઇઆરએસ સંચાલીત હોસ્પિટલમાં પણ આ જ માહોલ જોવા મળે છે. અહી પણ કોઇ કર્મચારી કે ડોક્ટર માસ્ક પહેરેલા નજરે પડતા નથી. 



https://ift.tt/5kF6j9g

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ