ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

વિરમગામમાં શહેરીજનો દ્વારા પીવાના પાણીનો બેફામ વેડફાટ


- પાલિકામાં વારંવાર રજૂઆત છતાં પગલા લેવામાં નિષ્ફળ

- કંસારા બજારથી પાન ચકલા વિસ્તારમાં નળ વગરના કનેક્શનોમાંથી મહામુલું પાણી વહી જાય છે

વિરમગામ : વિરમગામમાં નગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે શહેરીજનો દ્વારા પીવાના પાણીનો જાહેરમાં વેડફાટ થઈ રહ્યો છે. જાગૃત નાગરીકોની અવારનવારની રજૂઆતો છતાં આ બાબતે પગલા લેવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

વિરમગામ નગરપાલિકા દ્વારા શહેરના એકથી નવ વોર્ડની અંદર પીવાનું પાણી ઘરે-ઘરે નળ દ્વારા પૂરું પાડવામાં આવે છે હાલમાં ભર ઉનાળે પાણી વિતરણ સમયે શહેરના અનેક વિસ્તારમાં પીવાનું પાણી પૂરતા પ્રેસરથી મળતું નથી ત્યારે શહેરના કંસારા બજારથી પાન ચકલા, જય અંબેના ડેલાથી  પાન ચકલા સહિતના અનેક વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા પોતાના ઘરની આગળ લગાવેલા નળમાં ચકલી ફિટ ન કરી હોવાના કારણે પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પાણીના વેડફાટ બાબતે જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં સંબંધીત વિભાગ દ્વારા આ બાબતે અસર કારક પગલા ભરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. 

આ વિસ્તારમાં પાણીના વેડફાટના કારણે ભૂગર્ભ ગટરના પાણીની જાહેર રસ્તા ઉપર રેલમછેલ નિત્ય જોવા મળે છે જેના કારણે રાહદારીઓ વાહનચાલકો વેપારીઓ અને બહારગામથી ખરીદી કરવા માટે આવતા શહેરીજનો- ગ્રામજનોને ફરજિયાત પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.



https://ift.tt/gfRDnkl

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ