Kamindu Mendisએ પકડ્યો 'કેચ ઓફ ધ ટુર્નામેન્ટ', વીડિયો જોઈને ફેન્સ થયા દંગ

IPL 2025 ની 43મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેપોક ખાતે રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

મેચ દરમિયાન, હૈદરાબાદના ઓલરાઉન્ડર કમિન્ડુ મેન્ડિસે એક શાનદાર કેચ પકડ્યો, જેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેનો આ કેચ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. કમિન્ડુ મેન્ડિસના આ અદ્ભુત ફિલ્ડિંગ મૂવમેન્ટે મેચને રોમાંચક બનાવી દીધી.

અદ્ભુત કેચ પકડીને મચાવી ધૂમ

ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી IPL 2025ની 43મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર કમિન્ડુ મેન્ડિસે ફિલ્ડિંગમાં જોરદાર પ્રદર્શન કર્યું. ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ દરમિયાન, તેને એટલો શાનદાર કેચ પકડ્યો કે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.


ચેન્નાઈની ઈનિંગની 13મી ઓવરમાં આ સીન જોવા મળ્યો. હર્ષલ પટેલના બોલ પર ડેવાલ્ડ બ્રેવિસ મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બોલ બેટને સારી રીતે વાગ્યો અને ઝડપથી બાઉન્ડ્રી તરફ આગળ વધી રહ્યો હતો. પરંતુ કમિન્ડુ મેન્ડિસે બોલને શાનદાર રીતે ન્યાય આપ્યો અને હવામાં કૂદીને શાનદાર કેચ પકડ્યો.

આ કેચ જોઈને ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ મેન્ડિસની ચપળ ફિલ્ડિંગની પ્રશંસા કરી. આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ડીવાલ્ડ બ્રેવિસની શાનદાર બેટિંગ

ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસે IPL 2025 ની પોતાની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેને માત્ર 25 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 42 રનની તોફાની ઈનિંગ રમી. બ્રેવિસની આક્રમક બેટિંગે દર્શકોનું મનોરંજન કર્યું અને ચેન્નઈને મજબૂત સ્થિતિમાં લાવી દીધું.

આ સિઝનમાં આ તેની પહેલી મેચ હતી, પરંતુ તેને પોતાની સ્ટાઈલ દ્વારા બતાવ્યું કે તે ટીમમાં કેટલું મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. ફેન્સ હવે આગામી મેચોમાં પણ તેમની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખે છે. આ મેચમાં, CSK આખી 20 ઓવર સુધી બેટિંગ કરી શક્યું નહીં. CSK એ 19.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા છે.


https://ift.tt/UX8LcqS
from SANDESH | RSS https://ift.tt/EY6XAj3
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ