IPL 2025 માં, રવિવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં કૃણાલ પંડ્યાનો જાદુ જોવા મળ્યો, જેને બેટથી જોરદાર ધૂમ મચાવી દીધી અને પોતાની ટીમને 6 વિકેટથી શાનદાર વિજય અપાવ્યો.
ટીમની જીતમાં અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મેચ જીત્યા પછી, તેને દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કેએલ રાહુલને તે જ સ્ટાઈલમાં શાનદાર જવાબ આપ્યો જે રીતે તેને બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં દિલ્હીને જીત અપાવ્યા પછી ફેમસ 'કાંતારા સેલિબ્રેશન' કર્યું હતું.
શું છે આખો મામલો?
આ સમગ્ર ઘટના રાહુલના સેલિબ્રેશનથી શરૂ થઈ હતી, જેને એપ્રિલમાં બેંગલુરુમાં દિલ્હીને જીત અપાવવા માટે 93 રન બનાવ્યા હતા અને ત્યારબાદ તેને ચિન્નાસ્વામીને પોતાનો ક્ષેત્ર જાહેર કર્યો હતો. રવિવારે, RCB એ યજમાન ટીમને 6 વિકેટથી હરાવ્યા બાદ કોહલીએ આવી જ ફની રીતે સેલિબ્રેશન કર્યું હતું. આમ કર્યા પછી વિરાટે તરત જ રાહુલને ગળે લગાવી દીધો, અને પુષ્ટિ કરી કે તે ખરેખર મજાક કરી રહ્યો હતો.
વિરાટે ફટકારી સિઝનની છઠ્ઠી ફિફ્ટી
રવિવારે, કોહલીએ IPL 2025 માં તેની છઠ્ઠી ફિફ્ટી ફટકારી. હવે તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે અને તેના નામે 434 રન છે. આરસીબીની ઈનિંગ્સની 18મી ઓવરના છેલ્લા બોલ પર વિરાટ 51 રન બનાવીને આઉટ થયો હતો, જેના કારણે આરસીબીએ દિલ્હી દ્વારા આપવામાં આવેલ લક્ષ્ય માત્ર ચાર વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યું હતું.
પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચ્યું RCB
આરસીબીના હવે ૧૪ પોઈન્ટ છે અને આ જીત બાદ તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાંથી 7 મેચ જીતી છે જ્યારે 3 મેચોમાં તેને નિરાશાનો સામનો કરવો પડ્યો છે. ટીમે તેનો આગામી મેચ 3 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાની છે.
https://ift.tt/tIo9Mud
from SANDESH | RSS https://ift.tt/d7wrWtG
via IFTTT
0 ટિપ્પણીઓ