અમદાવાદ,બુધવાર
શહેરના વસ્ત્રાપુરમાં આવેલા માનસી ટાવર સ્થિત કપડાની દુકાનમાં ખરીદી કરીને ઓનલાઇન પેમેન્ટ કરીને નાણાં ચુકવી આપ્યાની ખાતરી આપીને બંટી બબલીએ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના વસ્ત્રાપુરમાં આવેલા સાગર ટાવરમાં રહેતા મહિપાલસિંહ પુરોહિત માનસી ટાવરમાં લેડીઝના વેસ્ટર્ન વેરના વ્યવસાય કરે છે. ગત ૨૩મી મેના રોજ એક મહિલા અને યુવક કપડાની ખરીદી કરવા માટે આવ્યા હતા. યુવતીએ ૧૧ હજારની કપડાની ખરીદી કરીને સ્કેનરથી ઓેનલાઇન પેમેન્ટ કર્યાનો મેસેજ મહિપાલસિંહને બતાવ્યો હતો અને ત્યાંથી બંને જણા જતા રહ્યા હતા.
https://ift.tt/6Ua2nO9
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/TbnhQqj
via IFTTT
0 ટિપ્પણીઓ