વડોદરા,વાઘોડિયા રોડ ગુરૃકુળ સર્કલથી હાઇવે તરફ જવાના રસ્તાપર આવેલી કેપિટલ ફાઇનાન્સના નામે ઓફિસ ખોલી લોકોેને લોન અપાવવાનો ભરોસો આપી રૃપિયા ઉઘરાવી ફરાર થઇ જનાર આરોપીની સામે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા તાલુકાના વેડપુર ગામે રહેતા ખેડૂત વાસુદેવ બળવંતસિંહ ચૌહાણે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૯ મી સપ્ટેમ્બરે મને જાણવા મળ્યું હતું કે, વડોદરામાં અમિતભાઇ પટેલ નામના વ્યક્તિ તાત્કાલિક લોન કરી આપે છે. મારે લોનની જરૃર હોઇ મેં ફોન કરતા તેમણે કહ્યું હતું કે, અલગ - અલગ પ્રકારની લોન કેપિટલ ફાઇનાન્સમાંથી મળે છે. ત્યારબાદ હું તેઓની ઓફિસે ગયો હતો. ગુરૃકુળ સર્કલથી હાઇવે તરફ જવાના રસ્તાપર સિદ્ધેશ્વર બિઝનેસ હાર્બરમાં હું કેપિટલ ફાઇનાન્સની ઓફિસે ગયો હતો. ત્યાં બેઠેલા વ્યક્તિએ પોતાનું નામ અમિતભાઇ જણાવ્યું હતું.
https://ift.tt/LFskB50
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/qYcorfz
via IFTTT
0 ટિપ્પણીઓ