
Raju Barot Passes Away: ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર રાજૂ બારોટનું 76 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. ઉત્તરાખંડના પ્રવાસે હતા ત્યારે આ દુઃખદ ઘટના બની છે. તેમના નિધનના સમાચાર વહેતા થતા જ ગુજરાતી કલા અને નાટ્ય જગતમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
રંગભૂમિ પ્રત્યેનું અતૂટ સમર્પણ
વર્ષ 1977માં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) માંથી સ્નાતક થયેલા રાજૂ બારોટે રાષ્ટ્રીય સ્તરે કારકિર્દી બનાવવાને બદલે ગુજરાતની ધરા પર નાટ્યકલાને જીવંત રાખવાનું પસંદ કર્યું.
https://ift.tt/JVfzSwB
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jXuoyLU
via IFTTT
0 ટિપ્પણીઓ