ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન: અડધી રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ, શિક્ષણ અને વ્યસનમુક્તિનો હુંકાર


Thakor Samaj Abhyuday Mahasammelan in Gandhinagar: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના ઉત્થાન અને યુવાશક્તિને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે 'અભ્યુદય મહાસંમેલન'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની સૌથી ખાસ વાત એ રહી કે, ઠાકોર સેનાના આહવાન પર સમાજના હજારો લોકો અડધી રાત્રે 3 વાગ્યાથી જ મેદાનમાં એકત્રિત થવા લાગ્યા હતા.

શિક્ષણ અને રોજગાર સંમેલનનો મુખ્ય એજન્ડા

આ મહાસંમેલનમાં પક્ષ-વિપક્ષના ભેદ ભૂલીને સમાજના રાજકીય માંધાતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી રમણસિંહ સોલંકી, ધવલસિંહ ઝાલા, બળદેવજી ઠાકોર અને શોભનાબેન બારૈયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.


https://ift.tt/c4eSMFn
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Taok27
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ