વડોદરાઃ બરોડા ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની મુદત પુરી થતાં કુલ ૧૩ બેઠક માટે ૫૫ ફોર્મ ભરાયા છે.જેની સ્ક્રુટિની અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ બાદ ફાઇનલ ચિત્ર સ્પષ્ઠ થશે.
બરોડા ડેરીની તા.૧૮ માર્ચે યોજાનાર ચૂંટણીમાં વર્તમાન બોર્ડની ઉપપ્રમુખ જીબી સોલંકીએ નસવાડી(ઝોન-૧૧)માંથી ફોર્મ ભરતાં તેમની સામે એક પણ ફોર્મ ભરાયું નથી.જેથી ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ સત્તાવાર રીતે તેમને બિનહરીફ ચૂંટાયાની જાહેરાત કરવામાં આવશે.આ સાથે તેઓ સાતમી વાર વિજેતા બનશે.
https://ift.tt/Q1Gkps7
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Su4k8P0
via IFTTT
0 ટિપ્પણીઓ