ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

ખાનગી એજન્સીએ કામ બંધ કરી દેતા મહાનગરપાલિકાના વધારાના વિસ્તારોમાં મિલકતોની પ્રોપર્ટી કાર્ડની કામગીરી ઠપ

વડોદરા, તા.2 વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા અનેક વિસ્તારોની મિલકતોના પ્રોપર્ટીકાર્ડ છેલ્લા ત્રણ મહિના ઉપરાંતથી બનવાની પ્રક્રિયા ઠપ થઇ જતા મિલકતધારકો હેરાન પરેશાન થઇ રહ્યા છે અને હજી પણ ક્યારે પ્રોપર્ટીકાર્ડ તૈયાર થશે તે અંગે કોઇ સમય નક્કી નથી.

ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાના નવા વધારાના વિસ્તારમાં નવા સર્વે નંબરોની પ્રોપર્ટી પરની મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા સીકોન પ્રા.લી. નામની એજન્સીને સોંપવામાં આવી હતી. વર્ષ-૨૦૧૫થી શરૃ થયેલી આ કામગીરી શરૃઆતના તબક્કામાં યોગ્ય રીતે ચાલી હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ધીમી ગતિ બાદ અને હવે ત્રણ માસથી પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવાનું કામ અટકી ગયું છે.


https://ift.tt/5kEq4wU
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/knQKZ3w
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ