ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ

વડોદરા,માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે ૨૫ ફૂટ ઊંડી ગટરના ખાડામાં પડી જતા યુવાનના મોતના કિસ્સામાં હજી સુધી માત્ર એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ કિસ્સામાં  હજી કોઇની પણ જવાબદારી સ્પષ્ટ થઇ શકી નથી.

માંજલપુર ગામ કબીર મંદિર પાછળ ગાયત્રીકૃપા સોસાયટીમાં રહેતા વિપુલસિંહ મોહનસિંહ ઝાલાના મોત અંગે તેમના પત્ની માધવીબા ઝાલાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૬ મી ડિસેમ્બરે મારો અને મારી બહેનનો પરિવાર બાળકો સાથે માંજલપુર દરબાર  ચોકડી  સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે નાસ્તાની લારી પર જમવા માટે ગયા હતા. અમને ઉતારીને મારા પતિ ગાડી પાર્ક કરવા ગયા હતા. કોર્પોરેશનના પાણી વિભાગી ઓવર હેડ અને અન્ડર ગ્રાઉન્ડ ટાંકીના મુખ્ય ગેટ આગળ ગટરનું ઢાંકણુ ખુલ્લું હોઇ તેમાં પડી જતા મારા પતિનું મોત થયું હતું. જેમાં કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કંપની ઇકોફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસીસના માલિકો, કર્મચારીઓને આરોપી દર્શાવવામાં આવ્યા હતા.


https://ift.tt/wH5qSOb
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PoL6qV9
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ