ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

દશરથ ગામમાં દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા પકડાઇ

વડોદરા,વડસર અને દશરથ  ગામમાં દેશી દારૃની ભઠ્ઠી ચલાવતી મહિલા સહિત બે આરોપીને પીસીબી  પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડસર ગામ માળી મહોલ્લામાં ગૌચરવાળા ફળિયામાં રહેતો  રૃપાભાઇ ઉર્ફે સંજય વિરાભાઇ માળી તેના ઘરની બાજુમાં પતરાના શેડમાં દેશી દારૃની ભઠ્ઠી ચલાવતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી સંજયને ઝડપી  પાડયો હતો. પોલીસે ૬૦૦ લીટર વોશ, ૩ લીટર દારૃ સહિત કુલ ૧૫,૭૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જ્યારે અન્ય એક કિસ્સાની વિગત એવી  છે કે, દશરથ માળી વાસના ટેકરામાં  રહેતા કોકીલાબેન દિનેશભાઇ માળી ઘર નજીક દેશી દારૃની ભઠ્ઠી ચલાવતી હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરીને કોકીલાબેનને  ઝડપી પાડયા  હતા.


https://ift.tt/T16QEzL
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/QhdTlcG
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ