ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

નારણપુરા પ્રગતિનગરમાં કારમાં તોડફોડના મામલે આરોપીની ધરપકડ

અમદાવાદ, બુધવાર

શહેરના નારણપુરા પ્રગતિનગરમાં  રાતના સમયે  કેટલાંક માથાભારે તત્વોએ હથિયારો સાથે આવીને એક કાર સહિત કેટલાંક વાહનોમાં તોડફોડ કરી હતી. જે અંગે નારણપુરા પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.  પ્રગતિનગરમાં રહેતી મહિલાને ડરાવવા માટે અને આસપાસમાં ભયનો માહોલ બનાવવા માટે ટોળાએ હથિયારો સાથે આવીને તોડફોડ કરી હતી.

નારણપુરા પ્રગતિનગરમાં રહેતા ભૂષણભાઇ વૈષ્ણવ સોમવારે રાતના સમયે ઘરે હાજર હતા ત્યારે તેમના ઘરની બહાર સાતથી આઠ લોકો લાકડી અને હથિયારો સાથે આવ્યા હતા. તેમણે આવીને અચાનક ભૂષણભાઇની કાર તેમજ આસપાસના અન્ય વાહનોમાં તોડફોડ શરૂ કરતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.


https://ift.tt/OYHEc8y
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NYXyTcZ
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ