
Naswadi Kukarda Forest Fire: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલ કુકરદા ગામના ડુંગરાળ જંગલ વિસ્તારમાં ગત રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જંગલના ત્રણથી ચાર અલગ-અલગ સ્થળોએ લાગેલી આ આગને કારણે વન સંપદાને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, વન વિભાગ અને સ્થાનિક ગ્રામજનોની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી છે.
મધરાતે ગ્રામજનો અને વન વિભાગનું સંયુક્ત રેસ્ક્યુ
સ્થાનિક સરપંચ અંબાલાલ ડુંગરા ભીલના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે જંગલમાં આગની જ્વાળાઓ દેખાતા જ કુકરદા ગામના 20થી વધુ યુવાનો અને ગ્રામજનો તાત્કાલિક ડુંગરા તરફ દોડી ગયા હતા.
https://ift.tt/lRF8q37
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/atKZ3qT
via IFTTT
0 ટિપ્પણીઓ