(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ : ફુગાવાનો આંક વધીને ૧૭ મહિનાની ટોચે પહોંચતાં આગામી દિવસોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોંઘવારીને અંકુશમાં લેવા વ્યાજ દરમાં વધારો કરવો અનિવાર્ય બની જવાના સંકેત અને વધતાં જીઓપોલિટીકલ ટેન્શન સાથે કોરોનાના વધતાં ઉપદ્વવની ચિંતા વચ્ચે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ નરમાઈ રહી હતી. બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ શેરોમાં શોર્ટ કવરિંગની તેજી સામે એફએમસીજી, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ અને ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ વેચીને હળવા થવાનું પસંદ કરતાં સેન્સેક્સ અફડાતફડીને અંતે ૨૩૭.૪૪ પોઈન્ટ ઘટીને ૫૮૩૩૮.૯૩ અને નિફટી સ્પોટ ૫૪.૬૫ પોઈન્ટ ઘટીને ૧૭૪૭૫.૬૫ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ મજબૂત જળવાઈ રહી આજે સાંજે બ્રેન્ટ ક્રુડ ૯૧ સેન્ટ વધીને ૧૦૫.૫૫ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૭૫ સેન્ટ વધીને ૧૦૧.૩૫ ડોલર નજીક રહ્યા હતા. આવતીકાલે ગુરૂવારે મહાવીર જયંતી-ડો.બાબાસાહેબ આંબેડકર જયંતીના અને શુક્રવારે ગુડફ્રાઈડે નિમિતે શેર બજારો બંધ રહેનાર હોઈ સપ્તાહનો આજે શેર બજારોમાં ટ્રેડીંગનો અંતિમ દિવસ હતો. આમ શેર બજારો સોમવાર સુધી સળંગ ચાર દિવસ બંધ રહેશે.
બેંકેક્સ ૨૮૨ ઘટયો : બંધન બેંક, એચડીએફસી બેંક, કોટક બેંક ઘટયા : ક્રેડિટ એક્સેસ, ૈંૈંખન્ ફાઈ., પૂનાવાલા ફિનકોર્પ ઉછળ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે સતત નફારૂપી વેચવાલી રહેતાં બીએસઈ બેંકેક્સ ૨૮૧.૭૧ પોઈન્ટ ઘટીને ૪૩૦૭૪.૬૫ બંધ રહ્યો હતો. બંધન બેંક રૂ.૭.૪૦ ઘટીને રૂ.૩૨૬, એચડીએફસી બેંક રૂ.૨૮.૪૦ ઘટીને રૂ.૧૪૬૪.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૦.૮૦ ઘટીને રૂ.૧૭૮૦.૭૦, એક્સિસ બેંક રૂ.૫.૬૦ ઘટીને રૂ.૭૯૨.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧.૮૦ ઘટીને રૂ.૭૬૨.૩૫ રહ્યા હતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં ૧૦ ટકા ક્રેડિટ ગ્રોથ હાંસલ થવાના વિશ્વાસે શેરમાં આકર્ષણે રૂ.૪.૮૦ વધીને રૂ.૫૧૭.૫૦ રહ્યો હતો. આ સાથે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ રૂ.૯૦.૮૦ વધીને રૂ.૧૦૩૫.૮૦, આઈઆઈએફએલ ફાઈનાન્સ રૂ.૨૭.૪૫ વધીને રૂ.૩૬૭.૧૫, આનંદ રાઠી સિક્યુરિટીઝ સારા ત્રિમાસિક પરિણામે શેર રૂ.૪૩.૮૫ વધીને રૂ.૬૫૫.૫૫, પીએનબી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૭૭.૨૦ વધીને રૂ.૧૨૨૧, ઉજ્જિવન ફાઈનાન્સ રૂ.૮.૯૦ વધીને રૂ.૧૪૯, પૂનાવાલા ફિનકોર્પ રૂ.૧૪.૬૫ વધીને રૂ.૩૩૧.૫૦, એબી મની રૂ.૨.૯૫ વધીને રૂ.૬૮.૭૦ રહ્યા હતા.
ક્રુડ ઓઈલમાં ફરી તેજી : બ્રેન્ટ ૧૦૬ ડોલર : ઓએનજીસી, આઈઓસી, એચપીસીએલ, ઈન્દ્રપ્રસ્થ ગેસમાં તેજી
ક્રુડ ઓઈલમાં ગઈકાલે મોડી રાત્રે ભાવો ઝડપી ઉછળી આવીને આજે પણ સતત મજબૂત રહી બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૧૦૬.૨૭ ડોલર અને નાયમેક્ષ ૧૦૨ ડોલર નજીક આવી જતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની લેવાલી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૩.૩૫ વધીને રૂ.૩૮૯.૬૦, ઓએનજીસી રૂ.૫.૨૫ વધીને રૂ.૧૭૪.૨૦, આઈઓસી રૂ.૧.૭૫ વધીને રૂ.૧૨૭.૮૫, એચપીસીએલ રૂ.૩.૮૦ વધીને રૂ.૨૯૨.૬૫, ગેઈલ રૂ.૧.૯૦ વધીને રૂ.૧૬૮.૬૦, ગુજરાત ગેસ રૂ.૩.૮૫ વધીને રૂ.૫૩૧.૩૦ રહ્યા હતા. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭.૭૦ ઘટીને રૂ.૨૫૫૨.૪૫, અદાણી ટોટલ ગેસ રૂ.૩.૬૫ ઘટીને રૂ.૨૪૯૮.૦૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : થર્મેક્સ રૂ.૨૯૩ ઉછળીને રૂ.૨૨૮૫ : પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૬ વધીને રૂ.૪૨૯
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૨૩.૬૭ પોઈન્ટ વધીને ૨૮૨૮૩.૦૧ બંધ રહ્યો હતો. થર્મેક્સ લિમિટેડને રીફાઈનરી પાસેથી રૂ.૫૨૨ કરોડનો ઓર્ડર મળતાં શેરમાં આકર્ષણે રૂ.૨૯૨.૮૫ ઉછળીને પરૂ.૨૨૮૫, પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પેટ્રોલ બાદ હવે ડિઝલમાં ઈથેનોલના બ્લેન્ડિંગ માટે બાઈન્ડર વિકસાવતાં રૂ.૨૫.૯૫ વધીને રૂ.૪૨૮.૬૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૪૦.૨૫ વધીને રૂ.૧૭૫૬.૮૦, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૯.૩૫ વધીને રૂ.૪૧૮.૩૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨.૩૫ વધીને રૂ.૩૧૨.૯૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૩.૨૦ વધીને રૂ.૧૭૬૦.૭૦, એબીબી રૂ.૧૩.૧૫ વધીને રૂ.૨૨૨૦.૦૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૪ ઘટયો : મારૂતી રૂ.૧૪૨, ટાટા મોટર્સ રૂ.૭, કયુમિન્સ રૂ.૧૪ ઘટયા
પેટ્રોલ, ડિઝલના ભાવમાં તીવ્ર વધારાના કારણે વાહનોની માંગ પર અસર થવાના અંદાજોએ ઓટોમોબાઈલ શેરોમાં ફંડોની સાવચેતીમાં વેચવાલી રહી હતી. ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૩.૭૦ ઘટીને રૂ.૧૭૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૪૧.૭૦ ઘટીને રૂ.૭૪૭૧.૮૫, ટાટા મોટર્સ રૂ.૭.૧૫ ઘટીને રૂ.૪૩૧, અશોક લેલેન્ડ રૂ.૧.૯૫ ઘટીને રૂ.૧૨૭.૬૦, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૧૦૮૨.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૨૨.૬૦ ઘટીને રૂ.૨૨૭૪.૬૫ રહ્યા હતા.
ગુજરાત અંબુજા એક્ષપોર્ટસ રૂ.૧૯ વધીને રૂ.૩૧૬ : આઈટીસી, અવધ સુગર, અવન્તી ફીડ્સ, રૂચી સોયા, ગોડફ્રે ફિલિપમાં તેજી
એફએમસીજી શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. અવન્તી ફીડ્સ રૂ.૩૦.૩૫ વધીને રૂ.૪૯૪.૯૦, ગુજરાત અંબુજા એક્ષપોર્ટસમાં સતત લેવાલીએ રૂ.૧૯.૨૦ વધીને રૂ.૩૧૬.૫૦, અવધ સુગર રૂ.૩૮.૩૦ વધીને રૂ.૮૨૬, ગોડફ્રે ફિલિપ રૂ.૫૬.૮૦ વધીને રૂ.૧૨૮૨, રૂચી સોયા રૂ.૨૯.૩૫ વધીને રૂ.૯૫૧.૮૫, આઈટીસી રૂ.૪.૯૫ વધીને રૂ.૨૬૯.૫૦ રહ્યા હતા.
ફંડો, એચએનઆઈનું સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૧૮૫૨ શેરો પોઝિટીવ બંધ
સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ સતત અફડાતફડીના અંતે નરમાઈ ધોવાણ સામે આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ સ્મોલ, મિડ કેપ, રોકડાના પોતાના પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૨૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૫૨ અને ઘટનારની ૧૫૪૨ રહી હતી.
FPI/FIIની કેશમાં રૂ.૨૦૬૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની કેશમાં રૂ.૧૪૧૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ ની આજે બુધવારે કેશમાં રૂ.૨૦૬૧.૦૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૫૦૨૭.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૦૮૯.૦૩ કરોડની વેચવાલી થઈ હતી.જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૪૧૦.૮૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૬૨૬.૩૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૦૧૫.૬૦ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.પાંચ હજાર કરોડ વધીને રૂ.૨૭૨.૦૩ લાખ કરોડ
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ધોવાણ સામે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ફંડો, ખેલંદાઓએ પસંદગીનું વેલ્યુબાઈંગ કરતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.પાંચ હજાર કરોડ વધીને રૂ.૨૭૨.૦૩ લાખ કરોડ પહોંચી ગયું હતું.
https://ift.tt/7zhts61 from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/aeWNKQR
0 ટિપ્પણીઓ