- 4-5 દિવસ સુધી આ સ્થિતિ ચાલુ રહેશે કેરળથી તેલંગાણામાં ભારે વર્ષાની આગાહી: 8 થી 9 ઓગસ્ટે મ.પ્ર. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વર્ષા થશે
પૂના, નવીદિલ્હી : રાષ્ટ્રીય મોસમ પૂર્વાનુમાન કેન્દ્રના વરિષ્ઠ વિજ્ઞાાની આર.કે.જેનામર્ણિએ કહ્યું: આપણે ૭, ૮, ૯ ઓગસ્ટ દરમિયાન મધ્ય ભારત અને પશ્ચિમી તટ ઉપર અત્યાધિક ભારે વરસાદ અને તેને સંબંધિત ભારે પૂરો માટે તૈયાર રહેવું પડશે. મોસમ વિભાગે તેવી પણ ચેતવણી આપી છે કે, ૭, ૮ અને ૯ ઓગસ્ટે પશ્ચિમ અને મધ્યભારતમાં અત્યાધિક ભારે વરસાદની સંભાવના છે. આ સંભાવના સતત ચાલુ રહેવાને લીધે કેન્દ્રીય હવામાન વિભાગે સંપૂર્ણ મધ્ય ભારત અને પશ્ચિમ ભારત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે.
આથી ઘણે સ્થળોએ ઘણી આપત્તિઓ આવી પડવા સંભવ છે. આગામી ૪-૫ દિવસ સુધી આવી કઠોર સ્થિતિ ઉભી થવાની પૂરી શક્યતા છે.
શનિવારે તમિલનાડુ, પુડુંચેરી, કરાઈકલ, રાયલ, સીમા, તેલંગાણા અને તટીય વિભાગો તથા આંતરિક કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ, કેરળ તથા માહેમાં ૫થી ૯ ઓગસ્ટ અને તેથી વધુ સમય સુધી ભારે વરસાદની સંભાવના છે. ૮ અને ૯ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ આંતરિક કર્ણાટકમાં પણ ભારે વર્ષાની ચેતવણી આપવામાં આવી છે.
તેલંગાણામાં ૮-૯ ઓગસ્ટે જ્યારે તે દરમિયાન મધ્ય પ્રદેશ વિદર્ભ, છત્તીસગઢ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડા, તથા કોંકણમાં આછો વરસાદ થશે. એકંદરે ગોવાથી શરૂ કરી કોંકણ ઘાટ ક્ષેત્રમાં વર્ષા સંબંધે આ વિભાગે એલર્ટ જારી કર્યો છે.
https://ift.tt/EWFtAiy from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SK40chb
0 ટિપ્પણીઓ