- આ ગામોમાં શહેરોમાં મળતી તમામ સુવિધાઓ હશે: ત્યાં રહેનારાઓને આસપાસમાં નોકરીઓ પણ અપાશે
લેહ, નવી દિલ્હી : LAC પાસે ૫૦૦થી ૬૦૦ ગામો તેવાં છે કે જ્યાં કોઈ રહેતું નથી. ગામો ખાલી છે, તે ઘોસ્ટ-વિલેજ સમાન બની રહ્યાં છે. આ પૈકી LACનજીક ૧૦૦ ગામો ફરી વસાવવાની સરકારે યોજના ઘડી કાઢી છે તેને વાઇબ્રન્ટવિલેજ કહેવાશે તે માટે સરકારે મેગા પ્લાન પણ તૈયાર કરી લીધો છે.
આ ૫૦૦-૬૦૦ ગામો તેવાં છે કે જ્યાં કોઈ રહેતું નથી. ગ્રામવાસીઓ વર્ષમાં માત્ર એક જ વાર તેમના કુળ દેવતાનું પૂજન કરવા આવે છે.
સરકારે હવે તે ગામોને પુનર્જિવિત કરવાની યોજના ઘડી કાઢી છે. તે માટે મોટી રકમ પણ ફાળવી છે. જેની નીચે LAC ઉપર રહેતાં ૧૦૦ ગામોને વાઇબ્રન્ટ વિલેજ બનાવવા ઉપરાંત ઉત્તરા ખંડમાં તિબેટ સાથેની સરહદે ૧૧૫થી વધુ ગામોને આધુનિક બનાવવામાં આવશે. ઉત્તરાખંડમાં તો જાડુંગ, તેલાંગ, અને મલાહીમાં આવાં વાઇબ્રન્ટ વિલેજ માટેનો રીપોર્ટ પણ તૈયાર થઇ ગયો છે. આ ઉપરાંત ભારત-ચીન સીમાએ સીક્કીમમાં ૫૦ અને અરૂણાચલમાં ૮૦થી ૧૨૦ ગામો જે નિવાસીઓએ છોડી દેતાં ઘોસ્ટ-વિલેજ બની ગયાં છે. તેને પણ પુનર્જિવિત કરાશે. તે માટે રોડ મેપ તૈયાર થઇ ગયો છે. આ તમામ ગામો બુનિયાદી ઇન્ફ્રાસ્ટ્રકચર્સથી સુસજ્જ હશે.
ઉલ્લેખનીય છે કે ચીને અરૂણાચલ સરહદે પોતાની તરફે ગામો વસાવવામાં શરૂ કર્યાં છે. ભારત તેની જવાબી કાર્યવાહી જ માત્ર નથી કરતું પરંતુ તે ગ્રામ વાસીઓને પણ ચીનની દરેક હરકતો ઉપર ધ્યાન રાખવા કહેવાયું છે.
તે યાદ રહે કે કારગીલ યુદ્ધ પૂર્વે તે વિસ્તારના ચરવાહોએ જ પાકિસ્તાની સેનાની હરકતો વિષે માહિતી આપી હતી.
https://ift.tt/KaGriXE from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Mm4vqEg
0 ટિપ્પણીઓ